ગાંધીનગર / ધોરણ-10નું 60.64 ટકા પરિણામ, આ વર્ષે પણ સુરત જિલ્લો મોખરે

રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ગત વર્ષ કરતા 6.33 ટકા પરિણામ ઓછું આવ્યું છે. સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઉંચુ 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદના શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યભરમાંથી ફક્ત 1671 વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 23,754 વિદ્યાર્થીઓએ એ-ટુ અને 58,128 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે. શાળામાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ