બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat BJP response to Ashok Gehlot's statement

ચૂંટણીનો રણટંકાર / સારવાર, શિક્ષણ અને રોજગારી માટે ગુજરાત આવે છે રાજસ્થાનના લોકો : ગેહલોતને ભાજપ નેતાનો જવાબ

Vishnu

Last Updated: 08:35 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ ગુજરાત મોડલની વાહવાહી કરી રહ્યું છે ત્યારે કેજરીવાલના દિલ્લી મોડલ બાદ હવે કોંગ્રેસના રાજસ્થાન મોડલની ગુજરાતને જરૂર હોવાનો દાવો થતાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.

  • અશોક ગેહલોતના નિવેદનથી રાજકારણ ગરમાયું
  • ગુજરાતમાં રાજસ્થાન મોડેલની વાત કરી હતી
  • ભાજપ નેતા ભરત ડાંગરે કર્યો વળતો પ્રહાર

ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા લગભગ ત્રણ દશકથી કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો નથી, ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તા મેળવવા પ્રયાસો કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીના એકહથ્થુ શાસનને તે ડગાવવામાં સફળ થઇ નથી. જનતામાં પોતાની વિશ્વનીયતા ફરી પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસ સતત પ્રયાસો કરી રહ્યું છે અને તેમાં જ્યારે હવે  વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની પોતાની હાજરી દર્શાવવાના પ્રયાસો પણ તેજ થઇ રહ્યા છે. એક બાદ એક જાહેરાતો કરવામાં આવી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. તેમાં પણ અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતો વારંવાર લે છે અને કોંગ્રેસના  નેતાઓ સાથે સંકલન કરવાના પ્રયાસ કરતા હોવાનું પણ દેખાઇ રહ્યું છે. 

આખરે કયા રાજ્યનું મોડેલ વધુ મજબૂત?
આજે પણ અશોક ગેહલોતે ગુજરાત મોડેલની સામે અને સત્તા પક્ષ સામે સવાલો ઉઠાવ્યા છે.  વાત ગુજરાત મોડેલની કરીએ તો ગુજરાત મોડેલને દેશ વિદેશમાં દર્શાવવામાં આવ્યું છે. ખૂબ વિકાસ થયો છે તેવો સતત અને કાયમ દાવો કરવામાં આવ્યો છે. પણ ચૂંટણી આવતા જ આપણે જોઇએ છીએ કે સત્તા પક્ષ સિવાયના પક્ષો એટલે કે વિપક્ષ આ વિકાસના દાવાઓને પડકારે છે. આપ તેમના પ્રચાર દરમિયાન કહે છે કે જો ગુજરાતમાં આપ જીતે છે તો અહીં દિલ્લી મોડેલને લાગુ કરશે તો આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કોંગ્રેસની સરકાર બને તો સ્વાસ્થ્ય સેવાઓમાં રાજસ્થાન મોડેલને લાગુ કરવાની વાત કરી છે. આ રીતે ચૂંટણી નજીક આવતા જ વાયદાઓની વણઝાર આપણે જોઇ રહ્યા છીએ. સ્વાભાવિક ગુજરાત મોડેલ અને તેના વિકાસના દાવાઓ સામે વિપક્ષ સવાલ ઉભા કરી રહ્યું છે. જનતા પણ વિચારી રહી છે કે આખરે કયા રાજ્યનું મોડેલ વધુ મજબૂત છે. 

ગુજરાતમાં બેરોજગારી દર રાજસ્થાન કરતાં ઘણો ઓછો: ભાજપ પ્રવક્તા 
કોંગ્રેસે કરેલી જાહેરાતને લઇને ભાજપે પ્રતિક્રિયા આપી છે. ગેહલોતે કરેલી જાહેરાત પર ભાજપના પ્રવકતાએ સણસણતો જવાબ આપતા કહ્યું કે રાજસ્થાન કરતા ગુજરાતમાં મૂડીરોકાણ પણ વધુ, શિક્ષણ માટે ગુજરાતમાં રાજસ્થાનના યુવાનો આવે છે. હોસ્પિટલોમાં સારવાર તેમજ રોજગારી માટે પણ ગુજરાત આવે છે રાજસ્થાનના લોકો, રાજકીય રોટલો શેકવાનો કોંગ્રેસનો આ નિરર્થક પ્રયાસ છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં બેરોજગારી દર ઘણો ઓછો છે. 

CM અશોક ગેહલોત હતા 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર 
CM અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરવામાં આવી હતી કે,  કોંગ્રેસ રાજસ્થાનનું આરોગ્ય, પેંશન અને ખેડૂતોના મોડલ લઈ મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરશે. ગેહલોતે જણાવ્યું કે, આરોગ્ય માટે મુખ્યમંત્રી ચિરંજીવી વીમા યોજના હેઠળ ખાનગી- સરકારી હોસ્પિટલોમાં કેશલેશ નિઃશુલ્ક સેવા. જેમાં રૂ. 10 લાખનો વીમો અને 5 લાખનો એક્સિડન્ટ વીમા કવચ આપવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે રાજસ્થાનની જેમ જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.  જેમાં 2004 બાદના સરકારી કર્મચારીઓને પણ સમાવવામાં આવશે.  શિક્ષણમાં  ગામડાઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ હોય.  ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અને વધુ સરકારી શાળાઓ બનાવવામાં આવશે. ખેડૂતો માટે અલગ બજેટની જોગવાઈ કરી ખેડૂતોને દિવસે વીજળી, કૃષિ બિલ પર દર મહિને હજાર રૂપિયા સબસીડી આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ