બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat BJP celebrates Social Justice Strategy

વિધાનસભા ચૂંટણી 2022 / ભાજપનો જનસમર્થન મેળવવા માસ્ટર પ્લાન, 20 એપ્રિલ સુધી બનાવ્યો રોડમેપ, જાણો સ્ટ્રેટેજી

Vishnu

Last Updated: 11:51 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી રણનીતિથી હાંસિલ થશે જનસમર્થન, 150ના લક્ષ્ય સુધી પહોંચવાનું પ્લાનિંગ

  • ભાજપ દ્વારા સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી
  • દરેક દિવસે એક નવી યોજનાનો પ્રચાર 
  • કેબિનેટ મંત્રીઓ અને સંગઠન મંત્રીઓને સોંપી જવાબદારી 

સત્તા હાથમાં હોય અને જતી રહે તે તો કોઈને પણ ન પોસાય. તેવામાં ભાજપ ફરી સત્તા પર આવવાની સાથે-સાથે મિશન 150ને પૂર્ણ કરવા માટે અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. અને આ માટે હવે નવી રણનીતિ સાથે કામ કરશે.જેના માટે પ્લાન પણ ઘડાઈ ચૂક્યો છે.

યોજનાના પ્રચાર થકી પ્રજા સુધી પહોંચવા પ્રયાસ 
ગુજરાતમાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળશે. ત્યારે ફરી સત્તા હાંસિલ કરવા માટે અને વિરોધીઓના પગપેસારાને રોકવા માટે ભાજપે ખાસ રણનીતિ ઘડી છે. જેના ભાગરૂપે આગામી પખવાડિયાની એટલે કે, 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરશે.આ પખવાડિયામાં ભાજપ  ખેડૂતો, ગરીબો, કલ્યાણકારી યોજનાઓને પ્રધાન્ય આપીને આ વર્ગને આવરીલેવાનો પ્રયાસ કરશે. મહત્વનું છે કે, ભાજપે સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણીની રણનીતિમાં કેબિનેટ મંત્રીઓ અને સંગઠન મંત્રીઓને ટાસ્ક સોંપ્યો છે. જેમાં ક્યા દિવસે શું કામગીરી કરવાની છે તેનું પણ માળખું ઘડાઈ ગયું છે. આ કામગીરી પર પર નજર કરીએ તો. 

કયારે શું કાર્યક્રમ?
આજથી એટલે કે, 7 એપ્રિલથી આયુષ્યમાન ભારત યોજનાના પ્રચારની શરૂઆત કરાઈ છે. ૮ એપ્રિલે PM આવાસ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. જ્યારે  ૯ એપ્રિલે નલ સે જળ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. અને ૧૦ એપ્રિલે PM કિસાન યોજનાનો પ્રચાર શરૂ કરવામાં આવશે. જ્યારે ૧૧ એપ્રિલે જ્યોતિબ ફૂલે દીવસની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ ૧૨ એપ્રિલે નિઃશુલ્ક કોવિડ રસીકરણ યોજનાનો પ્રચાર શરૂ કરાશે. તો ૧૩ એપ્રિલે ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રચારની શરૂઆત કરાશે. ત્યાર પછી ૧૪ એપ્રિલ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરાશે. અને ૧૫ એપ્રિલે અનુ.જનજાતી કલ્યાણ યોજનાના પ્રચારની શરૂઆત કરાશે. જ્યારે ૧૬ એપ્રિલે અસંગઠિત શ્રમિક સંમેલન યોજી લોકો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરાશે. આ સિવાય  ૧૭ એપ્રિલે ગૌરવ દિવસ ઉજવણીનો પ્રચાર શરૂ કરાશે. તો ૧૮ એપ્રિલે સ્વચ્છ ભારત મિશન સન્માન હેઠળ લોકોને જોડવાની કામગીરી હાથ ધરાશે. જ્યારે ૧૯ એપ્રિલ પોષણ આહાર દિવસ ઉજવણી કરવામાં આવશે. અને ૨૦ એપ્રિલે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સન્માન સમારોહ યોજાશે.આમ વિવિધ યોજનાઓ અને સમારોહો થકી ભાજપ પ્રજા સુધી પહોંચવાની રણનીતિ પર કામ કરશે. 

નવી રણનીતિથી હાંસિલ થશે જનસમર્થન 
મહત્વનું છે કે, ભાજપે પ્રજાસુધી પહોંચવાનો રોડમેપ તો અત્યારથી જ તૈયાર કરી લીધો છે. અને તેની અમલવારી પણ શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ રણનીતિથી ભાજપ પ્રજા વચ્ચે કેટલી હદે પોતાની પક્કડ બનાવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ