બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / gujarat Bank NPAs high in 2019
ADVERTISEMENT
રાજ્યની સરકારી બેંકોની કમિટીએ સપ્ટેમ્બર 2019 સુધીના અહેવાલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આવેલી 9876 બ્રાન્ચમાંથી 3624 બ્રાન્ચ ગ્રામ્ય વિસ્તારો અને 2385 બ્રાન્ચ સેમી અર્બન વિસ્તારમાં છે.
રાજ્યની સરકારી બેંકોએ જુદી જુદી કોર્ટમાં રિકવરી માટે 71,915 કેસ કર્યા
ADVERTISEMENT
30 સપ્ટેમ્બરે પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 7,29,841 કરોડ બેંકોમાં ડિપોઝીટ છે. જેની સામે રૂ. 6,09,847 કરોડ ધિરાણ અપાયું છે. જેમાંથી રૂ.1,28,245 કરોડ એમએસએમઇ સેકટર, રૂ. 89,295 કરોડ ધિરાણ કૃષિ ક્ષેત્રે આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના આર્થિક રીતે નબળા લોકોને રૂ. 44,604 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. રાજ્યની સરકારી બેંકોએ જુદી જુદી કોર્ટમાં રિકવરી માટે 71,915 કેસ કર્યા
રાજ્યની સરકારી બેંકોને NPA રૂ. 43,290 કરોડ
ADVERTISEMENT
રાજ્યની સરકારી બેંકોની એનપીએ રૂ. 43,290 કરોડે પહોંચી છે. જે રાજ્યની બેન્કો દ્વારા કરેલા ટોટલ ધીરાણના 7.10 ટકા જેટલી છે. નાદાર ખાતેદારો સામે રાજ્યની સરકારી બેન્કોએ જુદી જુદી કોર્ટમાં રિકવરી માટે 71,915 કેસ કર્યા છે.
બેંક પ્રમાણે એનપીએ
ADVERTISEMENT
1. બેંક ઓફ બરોડાની રૂ. 9,609 કરોડ થાય છે.
2. બેન્ક ઓફ ઇન્ડિયા રૂ. 4,834 કરોડ અને
3. પંજાબ નેશનલ બેન્ક 3,036 કરોડ એનપીએ દર્શાવી છે.
NPAs એટલે શું?
ADVERTISEMENT
આર્થિક ભાષામાં તેને એનપીએ અથવા નોન-પર્ફોર્મિંગ એસેટ્સ કહેવામાં આવે છે. બેંક તમારી જરૂરિયાત મુજબ લોન આપતી હોય છે. લોનના બદલે ગ્રાહકે પોતાની મિલકત ગિરવી મૂકવી પડે છે. એના બદલામાં દર મહિને હફ્તો ભરવાનો હોય છે. હવે જો બેંકને મળતા હપતા બંધ થઈ જાય તો તેને NPA માનવામાં આવે છે. અહિં જે NPAsની વાત કરવામાં આવી છે તે રાજ્યની સરકારી બેંકોનો છે. 90 દિવસની અંદર લોનના હપ્તા બેંક ના વસુલી શકે તો તેને NPAમાં મૂકવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.