બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat ATS gets big success from Porbandar
Dinesh
Last Updated: 06:15 PM, 10 June 2023
ADVERTISEMENT
ગુજરાત ATSને પોરબંદરથી મોટી સફળતા હાથ લાગી છે, એટીએસએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે. આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરી હતી જે બાગ તમામ આરોપીઓને પોરબંદર ડિસ્ટ્રીક્ટ કોર્ટે રજૂકરાઈ રિમાન્ડની માગણી કરાઈ હતી જ્યાં કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત ATS એ પોરબંદરમાંથી 4 શખ્સોને ઝડપી લીધા, આતંકી સંગઠન સાથે સંડોવણીને લઇને કરાઇ છે ધરપકડ, પોરબંદર ડિસ્ટ્રીક્ટ કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા#gujarat #ATS #Porbandar #vtvgujarati pic.twitter.com/TCmIZgGtH4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2023
ADVERTISEMENT
પોરબંદરથી ત્રણની અટકાયત કરી હતી
વિકાસ સહાયે જણાવ્યું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે.
પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી
તેમણે જણાવ્યું કે, સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ ISKP સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર (શ્રીનગર), મહોમ્મદ હાજીમ શાહ (શ્રીનગર), હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ઝૂબેર એહમદ મુનશી (શ્રીનગર)ની હાલ અટકાયત કરવાના બાકી છે.
અન્ય દેશમાં કરવાના હતા હુમલોઃ DGP વિકાસ સહાય
અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ઝુબેર હજુ સુધી મળી આવ્યો નથી, શ્રીનગર પાલીસની મદદથી તેને પણ જલ્દીથી ઝડપી લેવામાં આવશે.
ISISનું એક ગ્રુપ છે ISKP: વિકાસ સહાય
DGP વિકાસ સહાયે જણાવ્યું કે, ISISના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ ISKP છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા.
હર્ષ સંઘવીએ ટીમને પાઠવ્યા અભિનંદન
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો હું ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના ષડયંત્ર પર પાણી ભેરવતી આવી છે. જે રીતે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા દેશભરમાં આતંકીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. તેમની નીતિને અનુસરીને ગુજરાત પોલીસ એક પછી એક મહત્વની કામગીરી કરતી આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ ખૂબ મોટું મોડ્યુલ પકડવામાં આવ્યું છે, આની ઝીંણવટભરી તપાસ કરીને આની વધુ માહિતી ગુજરાત ATS દ્વારા આપને આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.