gujarat assembly elections date will be annoucement today by election commisssion
BIG BREAKING /
આજે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂૂંટણીની તારીખ! બપોરના 12 વાગ્યે યોજાશે ECની પ્રેસ કોન્ફરન્સ
Team VTV08:08 AM, 03 Nov 22
| Updated: 08:19 AM, 03 Nov 22
આજ રોજ બપોરના 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. મહત્વનું છે કે, 2 તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
આજે જાહેર થઇ શકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ યોજશે પત્રકાર પરિષદ
ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે
છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.
Election Commission to hold a press conference today to announce the schedule of the Gujarat Assembly elections
દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.
બંને રાજ્યનાં પરિણામ એક જ દિવસે જાહેર થઇ શકે છે
વધુમાં જણાવી દઇએ કે, ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે તેનું મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાશે. બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક જ દિવસે જાહેર થવાની શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે.
ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે, મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
2017માં ભાજપે ગુજરાતમાં 99 બેઠકો જીતી હતી
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. જેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો આવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.