બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat AIMIM vice president shamshad khan pathan resigned

રાજનીતિ / વિધાનસભા ચૂંટણી પહેલાં AIMIMને મોટો ઝટકો, અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદ મુલાકાત બાદ ઉપપ્રમુખનું રાજીનામું

Dhruv

Last Updated: 04:24 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIMIM ગુજરાતના ઉપપ્રમુખ શમશાદ પઠાણે રવિવારે જાહેરાત કરી હતી કે, તેઓએ તેમના પદ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

  • ગુજરાત AIMIMના ઉપપ્રમુખ શમશાદખાન પઠાણે પાર્ટી છોડી
  • કહ્યું 'પઠાણના રાજીનામા બાદ AIMIM ગુજરાતમાં રાજીનામાનો સિલસિલો શરૂ'
  • ગુજરાતના વડા સાબિર કાબલીવાલા પર આરોપ લગાવ્યો

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ઉપપ્રમુખ શમશાદ પઠાણે રવિવારે જાહેરાત કરી હતી કે, તેઓએ પાર્ટી છોડી દીધી છે. પઠાણે કહ્યું કે, તેમણે AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાના કારણે આ નિર્ણય લીધો હતો. જેમણે એવો દાવો કર્યો હતો કે, તેમને ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવામાં રસ નથી. પઠાણે કહ્યું કે, "મે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હું ઈદ પછી મારા રાજકીય ભવિષ્ય વિશે નિર્ણય લઈશ.'

આ છે નારાજગીનું કારણ

નારાજગીના કારણો વિશે પૂછવામાં આવતા પઠાણે આક્ષેપ કર્યો હતો કે, “હાં, મે રાજીનામું આપી દીધું છે. તેઓએ AIMIM ના ગુજરાતના વડા સાબિર કાબલીવાલા પર આરોપ લગાવ્યો કે તેમને પાર્ટી ચલાવવામાં રસ નથી, કોઈ રોડ મેપ નથી, કોઈ વ્યૂહરચના નથી. તેઓ માત્ર ભાજપને મદદ કરી રહ્યાં છે, આવી પાર્ટી માટે મહેનત કરવાનો કોઈ અર્થ નથી.'

તેઓએ ફેસબુક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'AIMIM ગુજરાત ઉપપ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણના રાજીનામા બાદ AIMIM ગુજરાતમાં રાજીનામાનો સિલસિલો શરૂ છે.'

વિધાનસભા ચૂંટણી પહેલાં AIMIMને આંચકો

પઠાણને અગાઉ AIMIM ના અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં અને બાદમાં તેમને પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. તેઓનું રાજીનામું AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની દેખરેખ રાખવા માટે અમદાવાદની મુલાકાત લીધાના થોડાં દિવસો બાદ આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ