બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / GT Vs MI Qualifier: From net bowler to hero of Gujarat Titans Read Mohit Sharma story

IPL 2023 / ઓક્શનમાં મળ્યા 50 લાખ, 12 બોલમાં મેચ પલટી નાંખી: ગિલ જ નહીં ગુજરાતનો આ ખેલાડી પણ બન્યો સુપરહીરો

Megha

Last Updated: 11:45 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની સૌથી પ્રેરણાદાયી કહાની છે 34 વર્ષના ખેલાડી મોહિત શર્માની જે ત્રણ વર્ષના લાંબા સમય પછી ટુર્નામેન્ટમાં પરત ફર્યો અને શાનદાર વાપસી કરી છે.

  • આઈપીએલ 2023ને તેની બંને ફાઈનલિસ્ટ ટીમ મળી ગઈ છે
  • ગુજરાત ટાઈટન્સ દ્વારા મોહિત શર્માની શાનદાર વાપસી 
  • 2022માં કોચ આશિષ નેહરાએ નેટ-બોલરની ભૂમિકા ઓફર કરી 

IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી અને આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સની જીત સાથે આઈપીએલ 2023ને તેની બંને ફાઈનલિસ્ટ ટીમ મળી ગઈ છે. હવે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીબી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે .

મોહિત શર્માની શાનદાર વાપસી 
આ ટૂર્નામેન્ટને જુઓ જે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે જેમાં રિંકુ સિંહ, આકાશ માધવાલ, તિલક વર્મા જેવા ઘણા યુવા ખેલાડીઓએ 16મી આઈપીએલ સિઝનમાં પોતાની છાપ છોડી છે. એવામાં IPL 2023ની સૌથી પ્રેરણાદાયી કહાની છે 34 વર્ષના ખેલાડી મોહિત શર્માની જે ત્રણ વર્ષના લાંબા સમય પછી ટુર્નામેન્ટમાં પરત ફર્યો અને શાનદાર વાપસી કરી છે. 

2022માં કોચ આશિષ નેહરાએ નેટ-બોલરની ભૂમિકા ઓફર કરી 
IPL 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પર્પલ કેપ જીતનાર ફાસ્ટ બોલર મોહિત 2020 થી ટૂર્નામેન્ટનો ભાગ નહોતો. આ દરમિયાન તેને ઘણી વખત હરાજી પૂલમાં પ્રવેશ કર્યો પરંતુ કોઈપણ ટીમે આ ખેલાડીને ખરીદ્યો નહતો. એવામાં 2022ની મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો ત્યારે ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ તેને નેટ-બોલરની ભૂમિકા ઓફર કરી ત્યારે તેને તેની બોલિંગ પર કામ કરવાની તક મળી. જે બાદ ગુજરાત ટાઇટન્સે તેને 2023ની હરાજી દરમિયાન 50 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો.

એ વાત તો નોંધનીય છે કે IPL 2023માં મોહિતે પોતાની શાનદાર બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે ગુજરાત માટે રમાયેલી 13 મેચોમાં કુલ 24 વિકેટ ઝડપી હતી જેમાંથી મોહિતે ડેથ ઓવરમાં 14 વિકેટ ઝડપી હતી. CSKની મતિષા પથિરાના (16) પછી મોહિત 16મી સિઝનમાં 16-20 ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.

10 રન આપીને પાંચ વિકેટો લીધી
મુંબઈ સામેની બીજી ક્વોલિફાયર મેચમાં પણ મોહિતે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 10 રન આપીને પાંચ વિકેટો લીધી હતી અને ગુજરાત ટાઇટન્સ માટે શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે. 15મી ઓવરમાં મોહિત શર્મા પ્રથમ ઓવર નાખવા આવ્યો ત્યારે તેને ઓવરના ત્રીજા બોલ પર સેટ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો અને એ જ ઓવરના પાંચમા બોલ પર મોહિતે વિષ્ણુ વિનોદને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

17મી ઓવરમાં મોહિતે ઓવરના પહેલા બોલ પર ક્રિસ જોર્ડન ધીમા બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં લોંગ ઓફ પર કેચ આઉટ થયો હતો. પિયુષ ચાવલા પણ ત્રીજા બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. 19મી ઓવરમાં કુમાર કાર્તિકેય તેના પ્રથમ બોલ પર ડેવિડ મિલર દ્વારા લોંગ-ઓન પર કેચ આઉટ થયો હતો અને મોહિતે મુંબઈને 171 રનમાં આઉટ કરી દીધું હતું અને ગુજરાત 62 રનથી મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

IPL પ્લેઓફમાં શ્રેષ્ઠ બોલિંગ આંકડા
5/5 - આકાશ મધવાલ, મુંબઈ ઈન્ડિયન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ, ચેન્નાઈ, 2023 એલિમિનેટર
5/10 - મોહિત શર્મા, ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, અમદાવાદ, 2023 Q2
4/13 - ડગ બોલિંગર, ચેન્નઈ સુપર કિંગ્સ vs ડેક્કન ચાર્જર્સ, મુંબઈ, 2010 સેમી-ફાઈનલ
4/14 - જસપ્રિત બુમરાહ, મુંબઈ ઈન્ડિયન્સ vs ડીસી, દુબઈ, 2020 Q1
4/14 - ધવલ કુલકર્ણી GL vs RCB, બેંગલુરુ, 2016 Q1

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ