બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / GST COUNCIL MEETING : APPS LIKE SWIGGY AND ZOMATO WILL COLLECT THE GST instead of restaurant

મોટો નિર્ણય / કેટલાંક રેસ્ટોરન્ટ માલિકો સરકારને ઉલ્લુ બનાવતા હતા, કાઉન્સિલે નક્કી કર્યું હવે ફૂડ ડિલિવરી કંપની વસુલશે GST

Parth

Last Updated: 10:03 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે GST કાઉન્સિલની બેઠકમાં કેટલાય નિર્ણયો લેવામાં આવ્યા છે જેમા ફૂડ ડિલિવરી એપને લઈને પણ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • આજે GST કાઉન્સિલની મળી બેઠક 
  • દવાઓ અને ઓનલાઈન ફૂડ ઓર્ડર પર લેવાયો મોટો નિર્ણય 
  • કોઈ નવો ટેક્સ નહીં પરંતુ પેટર્ન બદલાઈ 

ઓનલાઈન ફૂડ ઓર્ડર મામલે લેવાયો મોટો નિર્ણય 
આજે GST કાઉન્સિલની બેઠકમાં કેટલાય મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમા કોરોનાની દવાઓ પર રાહત આપવામાં આવી છે ત્યારે ફૂડ ડિલિવરી એપને લઈને પણ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતાં કહ્યું કે હવે ડિલિવરી એપ GST વસૂલ કરશે. તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટની જગ્યાએ હવે ફૂડ ડિલિવરી એપને GST ભરવું પડશે. તેમણે કહ્યું કે વર્તમાનમાં આ એપ Tax Collected at Sourceનાં રૂપમાં નોંધાયેલી છે. 

કોઈ નવો ટેક્સ નથી, માત્ર રેસ્ટોરન્ટની જગ્યાએ જે તે App ટેક્સ ભરશે 
નોંધનીય છે કે સમગ્ર મામલે કેન્દ્રનાં મોટા અધિકારીએ સ્પષ્ટતા પણ કરીને કોઈ નવા ટેક્સની જાહેરાત કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જ્યારે ગ્રાહક ભોજન મંગાવે છે ત્યારે આ ટ્રાન્ઝેક્શનમાં રેસ્ટોરન્ટ ટેક્સ આપી રહ્યો છે પરંતુ સરકારને જાણવા મળ્યું કે કેટલાક રેસ્ટોરન્ટ ટેક્સ આપી રહ્યા નથી. તેથી હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે જો તમે કોઈ ઓર્ડર આપો છો તો જે તે એપ GST વસૂલ કરશે અને ભરશે. તેમણે કહ્યું કે કેટલાક રેસ્ટોરન્ટમાં ટેક્સ ચોરીની ઘટનાઓ સામે આવી છે. 

મિડલ ક્લાસને મોંઘવારીમાં કોઈ રાહત નહીં, પેટ્રોલ મોંઘું જ રહેશે
કોરોના વાયરસ મહામારીની સાથે સાથે દેશ અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધવાના કારણે જીવન જરરઉઈય જરૂરિયાતની વસ્તુઓનાં ભાવમાં વધારો આવ્યો છે. એવામાં મોદી સરકાર પાસેથી આશા હતી કે આજે પેટ્રોલ ડીઝલની કિંમતો પર કોઈ નિર્ણય લેવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી અટકળો હતી કે આજે GSTની કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GSTનાં દાયરામાં લઈને અવાય તેવો નિર્ણય લેવામાં આવશે જોકે નાગરિકોને હાલ તો કોઈ જ રાહત મળવાની નથી. બેઠક બાદ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે GSTમાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી.  આવકથી જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠકમાં આજે પેટ્રોલ અને ડિઝલ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. 

દવાઓ પર મોટું એલાન 
જોકે દવાઓને લઈને આજે નાગરિકોને મોટી રાહત મળી છે. સરકારે એલાન કર્યું છે કે Zologensma અને Viltetso જેવી મોંઘી ઈમ્પોર્ટેડ દવાઓ પર GSTમાં છૂટ આપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે કોરોના વાયરસની સારવાર માટે જે દવાઓ પર છૂટ આપવામાં આવી છે તે દવાઓ પર ટેક્સની છૂટ હવે 31 ડિસેમ્બર સુધી લાગુ રાખવામાં આવશે. નોંધનીય છે કે રેમડેસીવીર જેવી દવાઓમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે, જોકે મેડિકલ ઉપકરણોમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ