બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / gst collection rs 133026 crore gross gst revenue collected for feb 2022

મોટો ઉછાળો / પાંચમી વાર દેશમાં GST કલેક્શન 1.30 લાખ કરોડને પાર, જાણો ગત વર્ષ કરતાં કેટલાં ટકા વધારે ગ્રોથ?

Dhruv

Last Updated: 02:41 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી 2022 માટે જીએસટી કલેક્શનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફેબ્રુઆરી 2022 માટે કુલ GST આવક 1,33,026 કરોડ રૂપિયા હતી. આવું પાંચમી વખત થયું છે કે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે.

  • ફેબ્રુઆરી 2022 માટે જીએસટી કલેક્શનના આંકડાઓ જાહેર
  • ફેબ્રુઆરી 2021 કરતાં આ વર્ષનું GST કલેક્શન 18 ટકા વધારે
  • કોરોના કાળમાં પણ GST કલેક્શનમાં મોટો ઉછાળો

ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં કલેક્શનમાં 26 ટકાનો વધારો

ફેબ્રુઆરી 2022 માં GST કલેક્શન ફેબ્રુઆરી 2021 કરતાં 18 ટકા વધુ છે જ્યારે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં GST કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2022માં જીએસટી કલેક્શન રૂ. 1,33,026 કરોડ હતું. જ્યારે CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ રહ્યું છે.

GST

ફેબ્રુઆરી મહિનામાં આયાતથી થતી આવકમાં 38 ટકાનો વધારો

ફેબ્રુઆરી મહિનામાં નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારની આવક રૂ. 50,782 કરોડ રહી છે જ્યારે રાજ્યોની કુલ આવક રૂ. 52,688 કરોડ રહી છે. ફેબ્રુઆરી 2022માં GST રેવન્યુ કલેક્શનમાં 18 ટકાનો વધારો થયો છે. તો ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં આયાતથી થતી આવકમાં 38 ટકાનો વધારો થયો છે.

 

કોરોના મહામારીના નિયંત્રણો હોવા છતાં GST સંગ્રહમાં વધારો

ડેટા જાહેર કરતી વખતે નાણાં મંત્રાલયે કહ્યું છે કે, ફેબ્રુઆરી મહિનો જાન્યુઆરી કરતાં 28 દિવસ ઓછો છે. આ સાથે ફેબ્રુઆરીમાં કોરોના મહમારી અને ઓમિક્રોન વેરિઅન્ટના કારણે રાજ્યો દ્વારા આંશિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ તેમજ નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં. એવામાં આવું પાંચમી વખત થયું છે કે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પ્રથમ વખત જીએસટી સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને વટાવી ગયું છે. જે દર્શાવે છે કે, ઓટો મોબાઈલ સેક્ટર જેવાx સેક્ટરમાં રિકવરી પરત આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ