બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Gram Panchayat Election: Freedom Fighter Votes Even at the Age of 99

ગ્રામ પંચાયતની ચૂંટણી / દેશભક્તિનો અનોખો જુસ્સો : 99 વર્ષની ઉંમરે પણ સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યું મતદાન

Kiran

Last Updated: 03:14 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મહુવાના વહેવલ ગામે 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ મતદાન કર્યું જ્યારે મોડાસાના 107 વર્ષના નાથીબાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

  • મહુવાના વહેવલ ગામે 99 વર્ષના મણીબેન ઘોડિયાએ કર્યું મતદાન 
  • 99 વર્ષની ઉંમરે પણ મણીબેનનો દેશભક્તિનો જુસ્સો યથાવત
  • આઝાદીના જંગમાં મણીબેન જેલવાસ ભોગવી ચૂક્યા છે

સુરતમાં મહુવાના વહેવલ ગામે 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ મતદાન કર્યું હતું, મણીબેન ધોડિયાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે 99 વર્ષની ઉંમરે પણ મણીબેનમાં દેશ ભક્તિનો જુસ્સો યથાવત જોવા મળી રહ્યો છે અને મણીબેન આઝાદીના જંગમાં મણીબેન જેલવાસ પણ ભોગવી ચુક્યા છે.

મોડાસાના 107 વર્ષના નાથીબાએ પણ કર્યું મતદાન 

આ તરફ અરવલ્લીના મોડાસાના 107 વર્ષના નાથીબાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટીંટીસર ગામના શતાયુ નાથીબા 72 સભ્યોનું કુંટુંબ ધરાવે છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે જે લોકો મતદાન માટે  જતા નથી ત્યારે 107 વર્ષના વૃદ્ધાએ મતદાન કરીને મતદાન જાગૃતિનો એક અનોખો સંદેશ આપ્યો છે. 

બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 29 ટકા મતદાનો નોંધાયું 

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 29 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.. બપોરે 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 28 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 33 ટકા, મધ્ય ગુજરાતમાં 25 ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ