પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આંદોલનના સમર્થનમાં પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા મહેસાણા, સુરત અને પાટણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા મહેસાણા, સુરત અને પાટણમાં વિરોધ પ્રદર્શન
જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ પોલીસ પરિવાર
પોલીસ પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજી હતી બેઠક
ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા પોલીસના આંદોલન મામલે ગૃહમંત્રી સાથે પોલીસકર્મીની માંગણી પર ચર્ચા થઇ હતી. તેમજ ધરણા પર બેઠેલામાંથી 15 લોકોનું એક ડેલીગેશન ગૃહમંત્રીને મળવા પહોંચ્યું હતું. તેમાં સાતમાં પગાર પંચ મુજબ મુખ્ય 3 માંગણી પર ચર્ચા થઇ હતી. રજા પગાર, ગ્રેડ પેમાં વધારો અને ઓવર ટાઇમ પર મુખ્ય ચર્ચા થઇ હતી. તો આ તરફ સુરતમાં પણ પોલીસ ગ્રેડ પે આંદોલન મામલો ઉગ્ર બન્યો છે. પીપલોદ ખાતે પોલીસ લાઇનમાં પોલીસ પરિવારો રસ્તા ઉપર ઉતર્યા છે. પોલીસ પરિવારની મહિલાઓ થાળી વેલણ લઈને રસ્તા ઉપર ઉતર્યા હતી. તો આ તરફ મહેસાણા જિલ્લા હેડક્વાર્ટરમાં રહેતો પોલીસ પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો હતો. મહિલાઓ થાળી અને વેલણ સાથે રસ્તા પર ઉતરી આવી હતી. તેઓએ રાજ્યમાં ચાલતા આંદોલનને સમર્થન આપ્યું હતું.
જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ પોલીસ પરિવાર
પોલીસ પરિવારે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છે. અમને પોલીસે કોઇ ધમકી આપી નથી. ગ્રેડ પે અને SRPના મુદ્દે ચર્ચા થઇ છે. ગૃહ રાજ્યમંત્રી પોલીસ પરિવારો સાથે ફરીથી બેઠક કરશે. આ કોઇ રાજકીય આંદોલન નથી. ખોટા મેસેજ વાયરલ થયા છે તેને દૂર કરાશે. અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી. સરકાર સમિતિની રચના કરશે. 7 મુદ્દાઓ પર ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા થઇ છે. જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.