ખેડા જિલ્લામાંથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પુરી પાડતી જિંજર રાસ્કા વિયરમાંથી બે દિવસ પહેલા ગંદુ પાણી આવતુ હતુ. પાણીમાં કેમિકલ ભળ્યુ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડની સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જે મામલે વીટીવી ન્યૂઝ પાસે GPCBનો EXCLUSIVE રિપોર્ટ સામે આવ્યો છે.
રાસ્કા જીંજર કેનાલનું પાણી પ્રદૂષિત નહી-GPCB
66 કિલોમીટરની કેનાલમાંથી જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા જે મામલે VTV ન્યૂઝ પાસે GPCBનો EXCLUSIVE રિપોર્ટ સામે આવ્યો છે. રાસ્કા જીન્જરમાં પાણી કુદરતી રીતે પ્રદૂષિત થયો હોવાનો જીપીસીબીએ દાવો કર્યો છે. કેનાલમાં પાણીનો રંગ લીલના કારણે બદલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાણીમાં આલવી નામની લીલથી રંગ બદલાયો હોવાનુ જીપીસીબીએ રિપોર્ટમાં જણાવ્યું.
પાણીમાં કોઇ ઝેરી કેમિકલ મળી આવ્યુ નથી
GPCBએ પાણીમાં મળેલ પીએચ પણ પેરામીટર મુજબ નોર્મલ મળ્યા હોવાનો દાવો કર્યો. 26 જુલાઈએ પાણીમાં મળેલ COD 16થી ઘટીને 13 થયું હતું. મહત્વનુ છે કે અમદાવાદ પૂર્વ-દક્ષિણમાં પાણીમાં પ્રદૂષિત થવા મામલે કેમિકલ ભળ્યુ હોવાની આશંકા સેવાઇ હતી. પરંતુ આ મામલે જીપીસીબીના રિપોર્ટમાં પાણીમાં કોઇ ઝેરી કેમિકલ મળી આવ્યુ નથી. પાણીમાં TDSનું પ્રમાણ પણ નોર્મલ મળ્યું. કુદરતી વાતાવરણને કારણે લીલ થવાના કારણે પાણીનો કલર બદલાયો હોવાનો મત રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્ટર પ્લાન્ટ પુનઃ શરૂ કરી શકાય તે પ્રમાણે નોર્મલ રિપોર્ટ આવ્યો છે. SSનું પ્રમાણ વરસાદી પાણી અને અન્ય કુદરતી પરિબળોને કારણે માત્રાથી વધારે હોવાનું જણાવ્યુ.
29 જુલાઇએ પાણી પ્રદૂષિત હોવાનું આવ્યુ હતુ સામે
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલ દૂષિત હોવાનુ સામે આવ્યુ હતું. રાસ્કા જીંજર કેનાલમાં દૂષિત પાણી જોવા મળતા
મામલતદાર, સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા સ્થળ પર કરવામાં તપાસ કરવામાં આવી હતી. અજાણ્યા લોકોએ કેમિકલ નાખી પાણી ડોહળવા પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ હતું. જે મામલે જીપીસીબીને જાણ થતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.