બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / govt may subsume sin goods cess into gst to pacify states

GST / હવે સેસને GSTમાં જોડીને રાજ્યોના રેવન્યૂની ભરપાઈ કરવાની ચાલી રહી છે તૈયારી, જોઈ લો તમને કેવી થશે અસર

Pravin

Last Updated: 05:19 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલ્ડ ડ્રિંક્સ, સિગરેટ અને કાર પર લાગતા સેસને માર્ચ, 2026 બાદ GST માં સામેલ કરી શકે છે. રાજ્યોના રેવન્યૂને વધારવા માટે કેન્દ્ર સરકાર તેને લાગૂ કરવા પર વિચાર કરી રહી છે.

  • 2026 બાદ સેસને જીએસટીમાં સામેલ કરવાની યોજના
  • રાજ્યોને થશે મોટો ફાયદો
  • કેન્દ્ર તરફથી પણ મળશે આ રકમ

કોલ્ડ ડ્રિંક્સ, સિગરેટ અને કાર પર લાગતા સેસને માર્ચ, 2026 બાદ GST માં સામેલ કરી શકે છે. રાજ્યોના રેવન્યૂને વધારવા માટે કેન્દ્ર સરકાર તેને લાગૂ કરવા પર વિચાર કરી રહી છે. સરકારે આ સંબંધમાં રાજ્યો પાસેથી વિચાર વિમર્શ કરીને આખરી ઓપ આપવા માગે છે. તો વળી રાજ્ય સરકારોની માગ છે કે, જીએસટી લાગૂ થયા બાદ રાજ્યોના રેવન્યૂની નુકસાની ભરપાઈ માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવતા વળતરને ચાલુ રાખવામાં આવે.

રાજ્યોને વળતરની ગેરેન્ટી આપે છે 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ અંતર્ગત આ કાયદાને લાગૂ કરવાતા પહેલા પાંચ વર્ષોમાં રાજ્યોના રેવન્યૂની કોઈ પણ નુકસાનીની ભરપાઈ માટે વળતરની ગેરન્ટી આપવામાં આવી છે. જીએસટી વ્યવસ્થા જૂલાઈ 2017માં લાગૂ થઈ હતી અને જૂન 2022માં તેને પાંચ વર્ષ થઈ ગયા છે. ત્યાર બાદ રાજ્યોને જીએસટી વળતર નહીં મળે.

આ વસ્તુઓ સામેલ થઈ શકે છે

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જીએસટી ક્ષતિપૂર્તિ સેસ વિલાસિતા, બિન જરૂરી અને અહિતકર વસ્તુઓ પર લગાવામાં આવે છે. પાન મસાલા, સિગરેટ, કોલ્ડ ડ્રિંક્સ અને કાર જેવી વસ્તુઓ આ શ્રેણીમાં આવે છે. હવે સરકારે તેના પર લાગતા સેસ ટેક્સને જીએસટીમાં સામેલ કરવાનું મન બનાવી લીધું છે. 

28 ટકાથી વધુ એક નવો સ્લેબ આવવાનો ડર

તો વળી સરકારે આ નવી ફોર્મ્યુલા વિશે લો ફર્મ શાર્દૂલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપનીના રજત બોસનું કહેવુ છે કે, સેસને જીએસટીમાં સામેલ કરવાથી નવી કાયદાકીય અડચણો છે. જો આવું કરવામા આવ્યું તો, તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. તેને જીએસટીમાં સામેલ કરવાનો અર્થ છે 28 ટકાથી વધું એક નવો સ્લેબ બનાવવો.

રાજ્યોને થશે ફાયદો

સેસ ટેક્સને જીએસટીમાં સામેલ કરવાનો અર્થ એ થશે કે, રાજ્યોને કેન્દ્રના જીએસટી સંગ્રહનો 41 ટકા તો મળશે, જ સાથે જ તેને રાજ્ય જીએસટી તરીકે આવકનો સીધો ભાગ મળશે. નાણાકીય વર્ષ 2022-23માં સેસ પર 1.2 ટ્રિલિયન રકમ જમા થવાનું અનુમાન છે. જો સરકારની ફોર્મ્યુલા હિસાબે જોઈએ તો, તેમાં રાજ્યોને 84,000 કરોડ રૂપિયા મળશે. આ રકમથી ભવિષ્યમાં વધારો થવાની આશા છે.

જો વિલાસિતા અને બિન જરૂરી વસ્તુઓ પર વધારે ટેક્સ લાગે છે, તો તેનાથી રાજ્ય સરકારોને વધારે રેવન્યૂ મળશે. હવે GST રેવેન્યૂ રેકોર્ડ હાઈ પર છે. કેન્દ્ર સરકાર પાંચ વર્ષ રેવન્યૂ નુકસાનની ભરપાઈ કરના માટે જવાબદાર હતી, અને તે પોતાની જવાબદારી નિભાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ