બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / governments sandes app is giving this 5 features which WhatsApp didn't gave

એપ્લિકેશન / સરકારની 'સંદેસ' એપના આ 5 એવા ફિચર્સ, જે Whatsapp પણ નથી આપતું

Nikul

Last Updated: 02:27 PM, 20 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની પોતાની મેસેજિંગ એપ sandes લોન્ચ થઈ ચૂકી છે. જાણવા મળી રહ્યું છે કે વોટ્સએપ સામેજ ભારત સરકારે પોતાની મેસેજિંગ એપ લોન્ચ કરી છે.

  • વોટ્સએપને ટક્કર આપવા ભારતની સ્વદેશી એપ
  • sandesનાં અમુક ફિચર્ચ વોટ્સએપમાં પણ નથી
  • ડેટા ચોરી થવાની શક્યતા ઓછી

ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ sandesએપમાં ઘણાં શાનદાર ફિચર્સ છે. આ એપની મુખ્ય બાબત એ છે કે સ્વદેશી હેવાને લીધે આ એપમાંથી ડેટા ચોરી થવાની સંભાવના ઓછી છે. પણ તેની સાથે આ એપમાં ઘણાં એવા પણ ફિચર્સ છે જે અત્યારસુધી વોટ્સએપે પણ નથી આપ્યા.

sandesથી પ્રોફાઇલને દમદાર બનાવો

આ એપમાં તમે પ્રોફાઈલને વધારે દમદાર બનાવી શકો છો. એટલે કે તમે sandes એપમાં તમારો જન્મદિવસ અને પ્રોફેશનની ડિટેલ્સ પણ નાંખી શકો છો. આ ફિચર વોટ્સએપમાં નથી જોવા મળતા.

મેઇલ થકી પણ મિત્રો સાથે જોડાઈ શકો છો

દેશમાં લોકોનાં યૂઝને ધ્યાનમાં રાખીને sandes એપમાં તમને ઘણાં શાનદાર ફીચર્ચ મળે છે. જેમાં કોઈ દોસ્ત કે સંબંધી સાથે જોડાવા માટે તમારે ફક્ત તમારા મોબાઈલ નંબર પર નિર્ભર રહેવાની જરુર નથી. તમે તમારા દોસ્તો અને સંબંધીઓને ઈમેલ દ્વારા પર sandes એપ સાથે જોડી શકો છો.

ઈમેલથી પણ લોગઈન કરી શકો છો

sandesએપમાં ફક્ત મોબાઈલ નંબર જ નહીં પણ ઈમેલ આઈડીથી પણ લોગઈન કરી શકો છો. જેની સારી વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ ડિવાઇસ પર sandes એપને ચલાવી શકો છો.

ચેટબોટ રહેશે હેલ્પ માટે તૈયાર

છેલ્લા ઘણાં વર્ષોમાં વોટ્સએપ યૂઝર તેની કોઈ પણ સમસ્યા માટે એક ચેટોબોટની માંગ કરી રહ્યું છે. sandes એપ દ્વારા લોકોની આ સમસ્યાને પહેલાજ સોલ્વ કરી દીધી છે. જો તમારા sandesએપમાં કોઈ સમસ્યા આવે છે તો તેનાં ઉપાય માટે પહેલાથી જ તમાર પાસે chatbot તૈયાર છે. તેમાં જ્યારે હેલ્પ ટાઈપ કરશો ત્યારે ચેટબોટ તમારી મદદ માટે તૈયાર રહેશે.

લોગઆઉટની સુવિધા પહેલાથી જ

હાલમાંજ લોન્ચ થયેલ sandes એપની એક ખુબી એ છે કે તમને તેમાં લોગઆઉટનું ઓપ્શન મળી રહે છે. જેનો અર્થ એ કે તમે એપથી બ્રેક લેવા માંગો છો તો તમે તેને લોગઆઉટ કરી શકશો. વોટ્સએપ પણ આવુ એક ફિચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે પણ હજું સુધી લોન્ચ નથી થયું

સંકળાયેલા મુદ્દાઓ

Indian App WhatsApp massanging app sandes ભારતીય એપ મેસેંજિંગ એપ વોટ્સએપ સંદેસ સ્વદેશી WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ