Team VTV01:02 PM, 11 Jan 20
| Updated: 01:29 PM, 11 Jan 20
દેશ હાલ આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ મંદીની વચ્ચે કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 45 હજાર કરોડની મદદ માગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગેનો દાવો ન્યૂઝ એજન્સી રૉયટર્સ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારે ફરી RBI પાસે રૂપિયાની કરી માગ
RBI પાસે 45 હજાર કરોડની કરી માગ
આર્થિક મંદીથી સતત ટેક્સ કલેક્શનમાં ઘટાડો
કેન્દ્ર સરકારે ફરી એકવાર RBI પાસે મદદ માગી છે. સરકારી તિજોરી ખાલી થઇ રહી છે અને અપેક્ષા મુજબની આવક ન થવાના કારણે જરૂરી ખર્ચને પૂરો કરવામાં પરેશાની થઇ રહી છે. એવામાં સરકારે ફરી એકવાર રિઝર્વ બેન્કની મદદ માગી છે.
રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે કેન્દ્રને 1.76 લાખ કરોડની મદદ કરી હતી. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી RBIએ 1 લાખ 23 હજાર 414 કરોડ જારી કરી ચૂક્યું છે. આ ઉપરાંત 52 હજાર 637 કરોડ રૂપિયા અલગથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેને લઇ વિવાદ થયો હતો.
નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે રેવન્યૂનું લક્ષ્ય 19.6 લાખ કરોડ રાખ્યું હતું. પરંતુ આર્થિક સુસ્તીના કારણે આવક ઉમ્મીદ મુજબ ન થઇ. અને કોર્પોરેટ ટેક્સ રેટમાં પણ ઘટાડો કરવાને લઇ દર વર્ષે 1.5 લાખ કરોડનો બોજો વધી રહ્યો છે. આ ઉપરાંત જીએસટી દ્વારા પણ આશા મુજબ આવક નથી થઇ રહી.
સૂત્રોના જણાવ્યાં અનુસાર ચાલૂ નાણાકીય વર્ષ સરકાર માટે ઘણુ મુશ્કેલભર્યું છે. આ વર્ષે આર્થિક મંદીને લઇને વિકાસ દર 11 વર્ષના સૌથી નિચલા સ્તર પર (5 ટાક) પર રહી શકે છે. એવામાં આરબીઆઇમાં મળેલી નાણાકીય મદદથી સરકારને રાહત મળી શકે છે.