બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / government to change treatment rates for ayushman bharat scheme more private hospitals will provide free treatment upto 5 lakh know more

BIG NEWS / ખાનગી હોસ્પિટલોની લૂંટ પર લાગશે લગામ, મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ!

Arohi

Last Updated: 04:28 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ યોજના હેઠળ ગરીબ લોકોને 5 લાખ રૂપિયા સુધી ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સ કવર મળે છે.

  • ખાનગી હોસ્પિટલો જોડાય તે માટે નિર્ણય 
  • મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય 
  • યોજનામાં ફેરફારનો નિર્ણય 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત સ્કીમમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધારવાના મોટા ફેરફારની તૈયારી છે.  આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજનામાં અલગ અલગ સારવારની કિંમત નક્કી કરી છે અને તેમાં કિંમતોમાં ફેરફાર ન થવાના કારણે પ્રાઈવેટ સેક્ટરની હોસ્પિટલો તેમાં આયોજનામાં ભાગ નથી લઈ રહી. તેના કારણે સરકારે સારવારના ભાવમાં ફેરફાર કર્યા છે. આયુષ્માન ભારત યોદનામાં દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું ફ્રી હેલ્થ ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે. 

ખાનગી હોસ્પિટલમાં વધસે ભાગીદારી 
તમને જણાવી દઈએ કે હેલ્થ ઓથોરિટી (NHA) આયુષ્માન ભારત યોજનાના ભાવ નક્કી કરે છે. NHA ટૂંક સમયમાં જ સરાવારની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. જેથી પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધે. હોસ્પિટલના ભાવનું સ્ટાન્ડર્ડાઈઝેશન એ પ્રકારે થશે કે હોસ્પિટલ વધારે નફો ન કમાય, કારણ કે જન આરોગ્યની આ યોજનામાં વોલ્યુમ ઘણા મોટા સ્તર પર હોય છે. આ ઉપરાંત સરકાર ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને પણ ઝડપી કવા માટે એક મોડલ તૈયાર કરી રહી છે. જેમાં હોસ્પિટલની ચુકવણી તરક કરી શકાય. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 2 કરોડ લોકોની સારવાર થાય છે. 

સારવારના ભાવ હશે વ્યાજબી 
નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સારવારનો ભાવ વ્યાજબી ન હોવાના કારણે પ્રાઈવેટ હોસ્પિટલ આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડાવવા નથી માંગતા. જ્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલ માટે પણ અમુક ટ્રીટમેન્ટના ભાવ વધારે છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં બાકીની સારવાર મફતમાં થાય છે માટે સરકારી હોસ્પિટલને વધારે મુશ્કેલી નથી. આયુષ્માન ભારત યોજના સાથે 23,000 હોસ્પિટલમાં હાલ પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી 40%ની નજીક છે. 

સરકારી-પ્રાઈવેટ હેસ્પિટલના રેટમાં ખૂબ અંતર 
સરકારી હોસ્પિટલો અને પ્રાઈવેટ હોસ્પિટલના ભાવમાં ખૂબ અંતર છે. નેશનલ હેલ્થ ઓથોરિટીની સારવાર દરોમાં સ્ટેન્ડર્ડાઈઝેશનનો વિચાર કરી રહ્યા છે. સરકારને આ પગલાથી આયુષ્માન ભારતમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધવાની આશા છે. ત્યાં જ પ્રાઈવેટ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર થઈ શકશે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ