બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ગુજરાત / ભાવનગર / Government school teachers marketing in Bhavnagar

ભાવનગર / શિક્ષકો ઘરે ઘરે જઇને વાલીઓને કહે છે 'હવે પહેલા જેવું નથી, બાળકને સરકારી શાળામાં ભણાવો'

vtvAdmin

Last Updated: 01:14 AM, 9 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ વાલીઓને પોતાના સંતાનોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માટેની ઘેલછા વધી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિનપ્રતિદિન ત્યારે હવે ભાવનગરમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના શિક્ષકોએ સરકારી શાળાના માર્કેટિંગ માટેનું કામ શરૂ કર્યું છે.

ભાવનગર મહાનગરપલિકા સંચાલિત શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. શાળાનું વેકેશન ખુલે તે પહેલા વિવિધ વોર્ડમાં ફરી ને જે બાળકોને 5 વર્ષ પૂર્ણ થયા હોઈ અને નવો પ્રવેશ મેળવવાના હોઈ તેવા બાળકોનો એક સર્વે કર્યો હતો. તે મુજબ આ વર્ષે 3000 બાળકો પ્રવેશ મેળવવાને પાત્ર છે. ત્યારે ઘરે ઘરે જઈને શિક્ષકોની ટુકડી વાલીઓને સમજાવવાનું કામ કરી રહી છે.
 
શાળાના શિક્ષકો સરકારી શાળામાં ઉભી થયેલી સુવિધાઓ જેવી કે કોમ્પ્યુટર લેબ, રમત માટેના મેદાનો, ફ્રિમાં ગણવેશ તેમજ જરૂરિયાત મંદોને શિષ્યવૃતિ અને મધ્યાહન ભોજનની સુવિધા અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ ટચ સ્ક્રીન બોર્ડ અંગે માહિતી આપીને વાલીઓને પોતાના સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા બેસાડવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. 

સામાન્ય રીતે લોકોના મનમાં સરકારી શાળા વિશેની છાપ ખરાબ હોઈ છે. તેથી સરકારી શાળામાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામા ઘટાડો થતો જાય છે. ભાવનગરમાં હાલની વાત કરીએ તો કુલ 45 બિલ્ડીંગો આવેલા છે. જેમાં સવાર અને બપોરની પાણી મળીને કુલ 55 શાળાઓ ચાલે છે. ભાવનગર શહેરમાં 22500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 750 શિક્ષકો ફરજ બજાવે છે.

સરકારી શાળાઓ ખાનગી શાળાને ટકકર મારવા તૈયાર
એક તરફ ખાનગી શાળાઓમાં મોંઘી દાટ ફી અને ટ્યુશનના ખર્ચાઓ તેમજ ઈત્તર પ્રવુતિઓમાં ખાસ ધ્યાન અપાતું હોઈ છે. તો બીજીબાજુ હવે સરકારી શાળાઓ ખાનગી શાળા સામે ટકકર મારવા તૈયાર છે. સરકારી શાળાઓમાં સુવિધા બાબતે હજુ જોઈએ તેટલો પ્રચાર થયો નથી તે વાત સત્ય છે. શિક્ષકોએ સરકારી શાળાનું અસ્તિત્વ ટકાવી રાખવા જે અભિયાન છેડ્યું છે તેને વાલીઓ એ પણ આવકાર્યુ છે.

શિક્ષણ સિવાયની કામગીરી કરાવતી હોવાથી...
આમ તો સરકાર છેલ્લા થોડા વર્ષોથી કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોથી સરકારી શાળામાં લોકો અભ્યાસ કરવા આવે તે માટે કાર્યક્રમો કરી રહી છે જે આવકારદાયક છે. જો કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી કરાવતી હોવાથી શિક્ષકો અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શક્તા નથી. તેના કારણે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળા તરફ વળ્યાં છે તે પણ સત્ય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Government school Bhavnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ