બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / government has brought changes in sim card rules

તમારા કામનું / હવે 1 રૂપિયામાં થઇ શકશે KYC, સરકારે જાહેર કર્યા સિમ કાર્ડને લગતા નવા નિયમો, ગ્રાહકોને પડી ગઈ મોજ

Khevna

Last Updated: 03:29 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલીકોમ ડિપાર્ટમેન્ટે નવા સિમ કાર્ડને લઈને અમુક નવા નિયમો જાહેર કર્યા છે, જેથી કરોડો ગ્રાહકોને થશે ફાયદો

  • મોબાઈલ કસ્ટમર્સ માટે ખુશખબર 
  • હવે 1 રૂપિયામાં થશે KYC 
  • સરકારે કાનૂનમાં કર્યું સંશોધન

18 વર્ષથી નાના કસ્ટમર્સને નહી મળે સિમ 
હવે સરકારનાં નિયમ અનુસાર, કંપની 18 વર્ષથી નાના કસ્ટમર્સને નવું સિમ નહી વહેંચી શકે. જ્યારે, બીજી બાજુ 18 વર્ષથી ઉપરના કસ્ટમર્સ પોતાના નવા સિમ માટે આધાર કે ડીજીલોકરમાં સ્ટોર્ડ કોઇપણ ડોક્યુમેન્ટથી ખુદને વેરીફાય કરી શકે છે. Department of Telecomએ આ માટે એક આદેશ જાહેર કર્યો છે. DOTનું આ પગલું 15 સપ્ટેમ્બર 2021 નાં રીજ કેબીનેટ દ્વારા અપૃવ્ડ ટેલીકોમ રિફોર્મ્સનો હિસ્સો છે. 

1 રૂપિયામાં થશે KYC 
જાહેર થયેલ નવા આદેશો અનુસાર, યુઝર્સને નવા મોબાઈલ કનેક્શન માટે  UIDAIની  Aadhaar બેસ્ડ e-KYC સર્વિસનાં માધ્યમથી સર્ટીફીકેશન માટે બસ એક રૂપિયાનું પેમેંટ કરવું પડશે. 

આ યૂઝર્સને નહી મળે નવું સિમ
ટેલીકોમ ડીપાર્ટમેન્ટ નાં નવા નિયમો અનુસાર, હવે કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સને સિમ કાર્ડ નહી વહેંચી શકે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ માનસિક રૂપથી બીમાર છે તો આવા વ્યક્તિને પણ નવું સિમ નહી મળે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા જો આવા વ્યક્તિને સિમ  વહેંચવામાં આવે છે તો તે ટેલીકોમ કંપનીને દોશી માનવામાં આવશે, જેણે સિમ વહેંચ્યું છે. 

નિયમોમાં કર્યું સરકારે સંશોધન 
સરકારે પ્રીપેડને પોસ્ટપેડમાં બદલવા માટે એક નવા વન ટાઈમ પાસવર્ડ બેસ્ડ પ્રોસેસનો આદેશ જાહેર કર્યો છે. સરકારે નવા મોબાઈલ કનેક્શન જાહેર કરવા માટે આધાર આધારિત ઈ કેવાયસી પ્રક્રિયા ફરી શરુ કરવા માટે જુલાઈ 2019માં ભારતીય ટેલીગ્રાફ અધિનિયમ 1885માં પહેલા જ સંશોધન કર્યું હતું. 

ઘરે બેઠા પ્રાપ્ત કરો સિમ કાર્ડ 
નવા નિયમો અનુસાર, ગ્રાહક UIDAI બેસ્ડ વેરિફિકેશનના માધ્યમથી પોતાના ઘર પર જ સિમ પ્રાપ્ત કરી શકે છે. DOTએ પોતાના આદેશમાં કહ્યું કે ગ્રાહકોને મોબાઈલ કનેક્શન એપ/પોર્ટલ બેસ્ડ પ્રોસેસનાં માધ્યમથી આપવામાં આવશે, જેમાં ગ્રાહક ઘરે બેઠા મોબાઈલ કનેક્શન માટે આવેદન કરી શકે છે. 

ગ્રાહકોને મળશે સુવિધા 
પહેલા નવા મોબાઈલ કનેક્શન માટે કે પછી મોબાઈલ કનેક્શનને પ્રીપેડથી પોસ્ટપેડ કરાવવા માટે ગ્રાહકોને KYC પ્રોસેસથી પસાર થવું પડે છે. આ માટે ગ્રાહકોએ પોતાની ઓળખાણ તથા એડ્રેસનાં વેરિફિકેશન ડોક્યુમેન્ટ સાથે દુકાન પર જવું પડે છે. 
Telecom Departmentએ જણાવ્યું છે કે કોરોના કાળમાં ગ્રાહકોની સુવિધા માટે તથા વ્યાપારમાં સરળતા માટે કોન્ટેક્ટલેસ સર્વિસને પ્રોત્સાહન આપવા માટેની આવશ્યકતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ