ગાંધીનગર /
સરકારમાં હવે જીઓની એન્ટ્રી, હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ, તાત્કાલિક અસરથી ફેરફાર, કરાયો પરિપત્ર જાહેર
Team VTV08:19 PM, 08 May 23
| Updated: 08:20 PM, 08 May 23
સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જે અનુસાર હવે સરકારી કર્મીચારીઓ વડોફોન-આઈડિયા કંપનીના મોબાઈલ નંબરના બદલે તેમને જીઓ નંબર જ વાપરવો પડશે.
સરકારી કર્મચારીઓ હવે Jio નંબર વાપરશે
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યું
MNPની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા અપાઈ સૂચના
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જે અનુસાર હવે સરકારી કર્મીચારીઓ વડોફોન-આઈડિયા કંપનીના મોબાઈલ નંબરના બદલે તેમને જીઓ નંબર જ વાપરવો પડશે. તમને જણાવી ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા હતા. હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે. જેમાં 37.50માં મહિનાનો રેન્ટલ પર જીઓ સીયુજી પ્લાન પણ ઉપલબ્ધ છે.
બીલો સત્વરે ભરપાઈ કરવા પણ જણાવ્યું છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, મે. વોડાફોન-આઈડિયા લી.ના મોબાઈલ ફોન તા.31.5.2023 સુધી બીલો સત્વરે ભરપાઈ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં પણ જણાવ્યું છે. જેનાથી MNPની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકે.
જુઓ પરિપત્ર
આંતરરાષ્ટ્રીય મેસેજ માટે 1.25 રૂપિયા ચાર્જ રહેશે
જીઓમાં માસિક 37.50નો પ્લાન લેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે અનુસાર 60 સેકન્ડની પલ્સ રેટ તેમજ કોઈપણ મોબાઈલ ઓપરેટર અને લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ તેમજ 3 હજાર મેસેજ ફ્રી રહેશ. તેમજ વધુ મેસેજમાં 50 પૈસા ચાર્જ રહેશે તેમજ 1.25 અને વધુમાં આંતરરાષ્ટ્રીય મેસેજ માટે 1.25 રૂપિયા ચાર્જ રહેશે. અત્રે તમને જણાવી દઈએ કે, જીઓનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓને 25 રૂપિયા આપવા પડશે તેમજ 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન પણ કરાવવો પડશે અને જો અનલિમેટડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો પાલ્ન કરાવવો રહેશે.
રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ અમદાવાદે બીડ જીતી હતી
સરકારને જીઓ સાથે કરાર થયો છે જે અંતર્ગત હવે સરકારી કર્મચારીઓને જીઓનો સિમકાર્ડ વાપરવાનો રહેશ. જો કે, અત્રે ઉલ્લેખનીય છે કે, આ જૂના સિમ કાર્ડનો નંબર જૂનો જ રહેશ. જે માટે તેઓને મેગા પોર્ટેબિલિટી કરાવવાનો રહેશે. ગુજરાત સરકારે ગત 3 નવેમ્બરના રોજ ફ્રેશ બીડ જાહેર કરી હતી જેમાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ અમદાવાદે બીડ જીતી હતી. અને જે બાબતનો 29 એપ્રિલ 2023ના રોજ એગ્રીમેન્ટ ફાઈનલ થયો હતો.