બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Government Disclosure on Corona Vaccine and Case

વેક્સિન / શું દર વર્ષે લેવી પડશે વેક્સિન? બંને ડોઝ બાદ વેક્સિન કેટલી પ્રભાવી? કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો

Ronak

Last Updated: 07:10 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વેક્સિનના ડોઝ મુદ્દે લોકોના મનમાં જે મુંઝવણ છે તેને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી જેમા તેમણે જણાવ્યું કે બંને ડોઝ લીધા પછી મૃત્યુદરને 97.5 ટકા સુધી રોકી શકાશે.

  • કોરોના વેકેસિન અને કેસ મામલે કેન્દ્ર સરકારનો ખુલાસો 
  • દેશમાં સૌથી વધારે કેસ કેરળમાં 
  • બીજી લહેર હજુ પણ સમાપ્ત નથી થઈ : સ્વાસ્થ્ય મંત્રી 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 43 હજાર કેસ નોંધાયા જે પૈકી 32 હજાર કેસ તો માત્ર કેરળમાં નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કોન્ફરન્સને માહિતી આપતા કહ્યું કે હજું આપણે બીજી લહેર વચ્ચે જીવી રહ્યા છે. બીજી લહેર હજું સમાપ્ત નથી થઈ. કારણકે દેશના 38 જિલ્લા હજું પણ એવા છે જ્યા 100 કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. 

મહારાષ્ટ્ર કોરોના કેસમાં બિજા નંબરે 

રાજેશ ભૂષણે કહ્યું કે ગત 30 જૂને 108 જિલ્લા એવા હતા જ્યા રોજના 100 કરતા વધારે કેસ નોંધાતા હતા કેરળની હાલત વીશે કહ્યું કે દેશમાં કેરળમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે. જ્યા હજુ પણ રોજના 10 હજારથી 50 હજાર વચ્ચે એક્ટિવ કેસ છે. 

વેક્સિનને લઈને લોકોના મનમાં મુંઝવણ 

કોરોનાની ગતી હાલ દેશના મોટા ભાગના રાજ્યોમાં ધીમી જરૂર પડ ગઈ પરંતુ સંક્રમણ નાબૂદ નથી થયું જેથી સાવધાની રાખવાની જરૂર છે. જોકે વેક્સિનને લઈને પણ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. જેમા ખાસ કરીને બુસ્ટર ડોઝ અને દર વર્ષે વેક્સિન લેવી પડશે તેવી વાતોને લઈને લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. 

નવા વેરિએંટને કારણે તબીબોમાં ચીંતા 

કોરોના વાયરસથી બચવા માટે વેક્સિનના ડોઝને લઈને મોટા ભાગના લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. દિવસને દિવસે નવા નવા વેરિએંટ આવવાને કારણે વૈજ્ઞાનિકો તેમજ તબીબોની ચિંતા વધી રહી છે કે શું વેક્સિન બધાજ વેરિએંટની સામે કારગર રહશે કે નહી. 

બુસ્ટર ડોઝ ચર્ચાનો વિષય 

એક્સપર્ટોનું માનવું છે વેકેસિન મળ્યા બાદ બોડીને જે ઈમ્યુનીટી મળતી હોય છે. તે થોડોક સમય રહીને ખતમ થઈ જતી હોય છે. આજ કારણ છે કે લોકો બુસ્ટર ડોઝને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે શું વેક્સિનની દર વર્ષે વેક્સિન લેવી પડશે. આ સવાલો દરેક લોકોના મનમાં ઉઠી રહ્યા છે. 

બંને ડોઝથી મૃત્યુ દર ઘટાડી શકાશે 

ઉલ્લેખનીય છે કે જ્યા સુધી વેક્સિનના બંને ડોઝ શરીરમાં ઈમ્યુનીટી આપે છે. ત્યા સુધી બુસ્ટર ડોઝની પણ આપણાને કોઈ જરૂર નહી પડે. તબીબોનું માનવું છે કે થોડોક સમય રહીને હર્ડ ઈમ્યુનિટી પેદા થઈ જશે અને પછી બુસ્ટર ડોઝ લેવાની પણ જરૂર નહી પડે. જોકે સરકારમિં માનવું છે કે વેક્સિનનો એક ડોઝ લેવાછથી મૃત્યુદર 96.6 ટકા સુધી રોકી શકાય છે. જ્યારે બે ડોઝ લઈશું તો મૃત્યુદરને 97.5 ટકા સુધી રોકી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ