બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Government Chief Minister's Housing: Fraud of millions of rupees with 30 women in Ahmedabad

ચેતજો નહીંતર.. / 'મુખ્યમંત્રી આવાસના સસ્તા અપાવી દઉં', આવું કોઈ કહે તો માનશો નહીં, જુઓ અમદાવાદમાં 30 માતા-બહેનો કેવા સલવાયા

Vishnu

Last Updated: 09:23 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા રેશન કાર્ડ અપાવ્યા આવાસ અપાવવાના બહાને 30 મહિલાઑ પાસેથી 30-30,હજાર લીધા પછી દુકાનનું શટર પાડી રફુચક્કર, પરિવારને સરપ્રાઈઝ આપવા માંગતી હતી મહિલાઑ

  • અમદાવાદમાં મહિલાઓ સાથે છેતરપિંડી
  • સસ્તા અનાજ દુકાનધારક મહિલાએ આપી હતી લાલચ
  • પોલીસ કાર્યવાહીમાં કરી રહી છે ઢીલાશ

ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના નામે મધ્યવર્ગની 30થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજ દુકાન ધારક દ્વારા ઠગાઈ કરવામાં આવી.ગરીબ મહિલાઓ અનેક સમયથી ફરિયાદ કરવા માંગતી હતી પણ પોલીસ આરોપીઓને છાવરવામાં વ્યસ્ત હતી.આખરે છ માસ બાદ પોલીસે ફરિયાદ નોંધી. થોડા સમય બાદ મહિલાઓને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આ અગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કેવી રીતે લાલચમાં ફસાઈ મહિલાઑ
ઈસનપુરમાં આવેલા કામેશ્વર કોમ્પલેક્ષમાં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહ દ્વારા પહેલા આ બહેનોને 20 હજારમાં બીપીએલ કાર્ડ કાઢીને તમામ મહિલાઓને વિશ્વાસમા લીધા અને બાદમાં  મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવશે તેમ કહી 30થી વધુ બહેનો સાથે ઠગાઈ કરી.કેટલીક મહિલાઓ પાસે 20 હજાર, 30 હજાર અને 50 હજાર સુધીની રોકડ લઈ લીધી અને પોતાની સસ્તા અનાજની દુકાનની રસિદો પણ આપી દિધી. જોકે બે વર્ષ વિતિ ગયા છતા મહિલાઓને મકાન ન મળતા આખરે ભાન થયુ કે આ માતા દીકરી બધાનુ ફુલેકુ ફેરવી દુકાન બંધ કરી નાસી ગયા છે. છ માસથી પોલીસસ્ટેશન ના ધક્કા ખાતી મહિલાઓ ને માત્ર હજુ 50 ટકા જ ન્યાય મળ્યો.કારણકે પોલીસે માત્ર હજુ ફરિયાદ નોંધી પણ સામાન્ય મહિલાઓ આરોપી હોવા છતાંય પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.

પોતાના સ્વજનો સરપ્રાઈઝ આપવા માંગતા હતા ભોગ બનનાર મહિલાઑ
ભોગ બનનાર બહેનો  ઘરકામ કરી એક એક રૂપિયો ભેગો કરીને નીશા શાહને રૂપિયા આપ્યા હતા અને પોતાના સ્વજનોને આ મકાન જ્યારે મળે ત્યારે સરપ્રાઈઝ આપવા માગતા હતા પણ તેઓને સ્વપને પણ ખ્યાલ નહોતો કે તેમની પરસેવાની કમાણી ની છેતરામણી થશે. રૂપિયા આપ્યા ને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ભોગ બનનાર મહિલાઓની ધિરજ ખુટતી ગઈ.ત્યારે નીશા શાહની દુકાને પહોચ્યા તો દુકાનને તાળા અને ફોન ઉપાડવાનુ પણ બંધ કરી દિધુ ત્યારે આખરે મહિલાઓ દ્વારા ન્યાય મેળવવા માટે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી જે આધારે હવે ગુનો દાખલ કરાયો છે.

પોલીસ ન્યાય અપાવી શકશે?
મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો સસ્તા મળશે તેની લાલચે 20 જેટલી બહેનોએ પોતાની જમા પુંજી આપી દિધી અને છેતરપીંડીનો ભોગ બની ત્યારે હવે આ બહેનો ન્યાયની આશ સાથે પોલીસ પર ભરોષો રાખીને બેઠી છે જોકે પોલીસ પણ કાઈ નક્કર કામ ન કરતા બહેનોની મુઝવણ વધી છે. આ કૌભાંડમાં માત્ર 30 જેટલી જ મહિલાઓ નહિ પણ અનેક લોકો ભોગ બની ચુક્યા છે. ત્યારે આ બહેનોની ન્યાય મળશે કે નહિ તે સવાલ છે.પ્રાથમિક તપાસમાં આરોપી બંન્ને મહિલાઓમાંથી નિશાબેન શાહનું કોરોનામાં મૃત્યુ થયુ છે.તથા હેલીબેનને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ