ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનાં દોષીત મુર્તજા અબ્બાસ પર UAPA અંતર્ગત મામલો નોંધાયો હતો અને આંતકવાદી માનવામાં આવ્યો હતો જેને NIA કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
ગોરખપુર: ગોરખનાથ મંદિરમાં હુમલો કરનારા મુર્તજા અબ્બાસની વિરુદ્ધમાં NIA કોર્ટે સજા જાહેર કરી છે. કોર્ટે આતંકવાદી મુર્તજાને ગુના બદલ ફાંસીની સજા સંભળાવી છે. તેને UAPA અંતર્ગત આતંકી માનવામાં આવ્યો હતો. સોમવારે સુનાવણી માટે આતંકી મુર્તજા અબ્બાસને કડક સુરક્ષાની સાથે લખનઉમાં NIA/ATSની કોર્ટમાં લાવવામાં આવ્યો. તેણે એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર પર હુમલો કર્યો હતો.
ફાંસીની સજા જાહેર
સજાનું એલાન થયા બાદ ADG લો એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે સતત 60 દિવસોની સુનાવણી બાદ આજે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. તેમાં IPC કલમ 121 અંતર્ગત ફાંસીની સજા અને 307 અંતર્ગત પોલીસ પર હુમલા માટે ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. ADGએ કહ્યું કે તમામ પૂરાવાઓ કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યાં છે અને કોર્ટે આ પૂરાવાઓને સાચાં કહ્યાં છે. આ દર્શાવે છે કે પોલીસની તપાસ સાચી હતી.
UP से बहुत बड़ी खबर 👇🏻
गोरखनाथ मंदिर में तैनात सुरक्षाकर्मियों पर हमले में दोषी अहमद मुर्तुजा को फाँसी की सजा
સુરક્ષાકર્મીઓ પર ધારદાર હથિયારથી કર્યો હતો હુમલો
ગોરખનાથ મંદિરની સુરક્ષા માટે તૈનાત થયેલા PACનાં જવાનો પર અહમદ મુર્તજા અબ્બાસીએ મોટા ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો અને તેમના હથિયારો છીનવવાનાં પ્રસાયો પણ કર્યાં હતાં. આ ઘટનાનાં 10 મહિના બાદ લખનઉની કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
એપ્રિલ 2022માં બની હતી ઘટના
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગોરખપુરનાં ગોરખનાથ મંદિરની પાસે સિપાહીઓ પર હુમલા મામલામાં હુમલોકરનાર નેપાળ પણ ગયો હતો. તેનાથી પોલીસને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. ગોરખનાથ પીઠમાં અહમદ મુર્તજા અબ્બાસ નામના વ્યક્તિએ હથિયાર લહેરાવ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો હતો. તેણે પોલીસવાળાઓ પર હુમલો કરી તેને ઘાયલ કર્યા હતાં. મંદિરની પાસે હાજર લોકોને ધારદાર હથિયારથી ડરાવવાનાં પણ પ્રયાસો કર્યાં હતાં.