googles action 9 lakh apps are being removed if you have also installed then be careful
Alert /
Google એક્શનમાં ! હટાવવા જઇ રહ્યું છે 9 લાખ એપ્સ, જો તમે પણ કરી છે ઈન્સ્ટોલ તો થઇ જાઓ સાવધાન
Team VTV04:22 PM, 16 May 22
| Updated: 04:22 PM, 16 May 22
Google એક્શન મોડમાં છે. થોડા દિવસ પહેલા ગુગલે અમુક એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે તે લગભગ 9 લાખ એપ્સને હટાવવાની પ્લાનિંગ કરી રહ્યું છે. બની શકે છે કે તેમાંથી અમુક એપ્સ તમે ડાઉનલોડ કરી હોય. તેથી થોડા સંતર્ક રહો. કારણકે કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે આવો નિર્ણય ઉઠાવવો પડી રહ્યો છે.
Google હટાવવા જઇ રહ્યું છે 9 લાખ એપ્સ
જો તમે ઈન્સ્ટોલ કરી હોય તો થઇ જાઓ એલર્ટ
કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે ઉઠાવ્યો નિર્ણય
ગુગલ પ્લે સ્ટોર પરથી અંદાજે નવ લાખ એપ હટાવશે
ગુગલ પ્લે સ્ટોર પરથી લગભગ નવ લાખ એવી એપને હટાવવાની તૈયારી કરી રહ્યું છે, જેણે અપડેટ જાહેર કર્યુ નથી. એન્ડ્રોઈડ ઑથોરિટી મુજબ આમ કરવાથી ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્સની સંખ્યા એક તૃતિયાંશ ઓછી થઇ જશે. તેથી પહેલા એપલે પણ પોતાના પ્લે સ્ટોર પરથી આવી એપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જેણે છેલ્લાં બે વર્ષથી કોઈ અપડેટ જાહેર કર્યુ નથી. એપલે આ બધા એપ નિર્માતાઓને ઈ-મેલ મોકલીને તેની સુચના પણ આપી હતી.
યુઝર્સ ડાઉનલોડ કરી શકશે નહીં
સીનેટ મુજબ, ગુગલ અને એપલ તેના યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ઉઠાવી રહી છે. ગુગલ આવી એપ્સને તેના પ્લેસ્ટોર પરથી હાઈડ કરી દેશે. જેને અપડેટ જાહેર કરી નથી. આવુ કરવાથી યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકશે નહીં. રિપોર્ટ મુજબ જૂની એપ સુરક્ષાને વધારવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસમાં આવેલ ફેરફાર, નવા એપીઆઈ અને નવી મેથડ્સનો લાભ ઉઠાવતા નથી. જેના કારણે જૂની એપ સુરક્ષાની દ્રષ્ટિએ નબળી છે, જ્યારે નવી એપમાં આ કમી થતી નથી.