બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Google CEO Sundar Pichai meets PM Modi, assures support to India's G20 presidency

દિલ્હી / 'તમારી લીડરશીપમાં થયેલા કામો જોઈને પ્રેરણા મળી', PM મોદીને મળીને બોલ્યાં ગૂગલના CEO

Hiralal

Last Updated: 09:25 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી જે દરમિયાન બન્ને હળવા મને વાતચીત કરતા જોવા મળ્યાં હતા.

  • ગૂગલના CEO સુંદર પિચાઈ દિલ્હીમાં PM મોદીને મળ્યાં
  • જી20 અધ્યક્ષતાને સપોર્ટ આપવાની કરી વાત 
  • કહ્યું તમારી લીડરશીપમાં થયેલા કામો જોઈને પ્રેરણા મળી

ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પિચાઈ અને મોદી વચ્ચેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઈ હતી. આ પહેલા પણ પિચાઈ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ અચૂક પીએમ મોદીની મુલાકાતે જાય છે. મુલાકાત દરમિયાન પિચાઈએ ભારતના જી-20ની અધ્યક્ષતાને સપોર્ટ આપવાની ખાતરી આપી હતી બન્ને નેતાઓએ લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. 

મુલાકાત બાદ પીએમ મોદીના કર્યાં વખાણ 

મુલાકાત સાથેની મુલાકાત બાદ સુંદર પિચાઈએ ટ્વિટ કરીને મોદી સરકારના વખાણ કર્યા હતા. તેમણે ટ્વિટર પર એક તસવીર શેર કરતા લખ્યું, આજે એક શાનદાર મુલાકાત માટે આભાર પીએમ @narendramodi. તમારા નેતૃત્વ હેઠળ તકનીકી પરિવર્તનની ઝડપી ગતિને જોવા માટે પ્રેરણાદાયક છે. આપણી મજબૂત ભાગીદારીને જાળવી રાખવા અને ભારતના જી-20ના પ્રમુખપદને ટેકો આપવા આતુર છીએ, જેથી એક ઓપન, કનેક્ટેડ ઈન્ટરનેટને આગળ ધપાવી શકાય અને જેનાથી સરવાળે બધાના કામમાં આવે. 

આઈટી મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી
ગૂગલ ફોર ઇન્ડિયાની 8મી આવૃત્તિમાં ભાગ લેવા માટે ભારતમાં આવેલા સુંદર પિચાઇએ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરી હતી, જે દરમિયાન બંનેએ ભારતમાં એઆઇ અને એઆઇ આધારિત સોલ્યુશન્સ અંગે ચર્ચા કરી હતી. 

ભારતને ઓપન અને કનેક્ટેડ ઈન્ટરનેટ ઈકોસિસ્ટમથી ફાયદો થશે 
પીએમ મોદી સાથેની મુલાકાત પહેલા ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં બોલતાં પિચાઈએ કહ્યું કે ભારતને ઓપન અને કનેક્ટેડ ઈન્ટરનેટ ઈકોસિસ્ટમથી ફાયદો થશે અને તે બેલેન્સને યોગ્ય રીતે મેળવવું ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિજિટલ પરિવર્તન દરમિયાન દેશ મહત્ત્વપૂર્ણ સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે તથા તેમણે મુક્ત અને કનેક્ટેડ ઇન્ટરનેટનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

સુંદર પિચાઈ ભારતીય મૂળના ગૂગલના સીઈઓ 
ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ મૂળ ભારતીય છે અને તેઓ જ્યારે પણ ભારત આવે ત્યારે પીએમ મોદીને મળવાનું ભૂલતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ