ફેસબુક ઇન્ક, શાઓમી કોર્પોરેશન, એમેઝોન અને ગૂગલ જેવી કંપનીઓ ભારતના ડિજિટલ લોન માર્કેટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. ચાલો જાણી લો ડિટેલ્સ.
હવે લોન લેવી સરળ બનશે
દિગ્ગજ કંપનીઓ ભારતના ડિજિટલ લોન માર્કેટમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે
વર્ષ 2024 સુધીમાં દેશની ડિજિટલ લોન ઈન્ડસ્ટ્રી 10 ટ્રિલિયન ડોલર થઈ જશે
એવી આશા છે કે વર્ષ 2024 સુધીમાં દેશની ડિજિટલ લોન ઈન્ડસ્ટ્રી 10 ટ્રિલિયન ડોલર થઈ જશે. આ તમામ કંપનીઓએ પહેલેથી જ તેમની યોજનાઓની જાહેરાત કરી દીધી છે. સાથે જ નાના ભારતીય ધિરાણકર્તાઓ પણ ભાગીદારી કરી રહ્યાં છે. હકીકતમાં ટેક કંપનીઓ ભારતમાં વધી રહેલાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ માર્કેટ પર ધ્યાન આપી રહી છે.
ફેસબુક બિઝનેસ માટે 50 લાખ સુધીની લોન આપશે
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 સુધીમાં ડિજિટલ લેંડિંગ 350 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. સાથે જ 2019 પછી 5 વર્ષમાં તે 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ફેસબુકે હાલમાં જ કહ્યું હતું કે કંપની નાના ઉદ્યોગોને લોન આપવાનું શરૂ કરશે. આ માટે, પ્લેટફોર્મ પર જાહેરાત કરનારા ધિરાણકર્તાઓ સાથે ભાગીદારી કરશે. ફેસબુકે કહ્યું કે ભારત પહેલો દેશ હશે જ્યાં કંપની આવા કાર્યક્રમ શરૂ કરશે. સ્મોલ બિઝનેસ લોન હેઠળ 5થી 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તેના પર વ્યાજ દર 17થી 20 ટકા વાર્ષિક રાખી શકાય છે. આ ગેરંટી વગર લોનની સુવિધા હશે.
બેંક, સ્ટાર્ટઅપ ડિજિટલ લેંડર્સ સાથે ભાગીદારી કરી રહ્યાં છે
શાઓમી ઇન્ડિયાના ચીફ મનુ જૈને કહ્યું કે કંપની લોન, ક્રેડિટ કાર્ડ અને વીમા પ્રોડક્ટ ઓફર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે દેશની કોઈપણ મોટી બેંક અને સ્ટાર્ટઅપ ડિજિટલ લેંડર સાથે ભાગીદારી કરવામાં આવશે. એમેઝોને હાલમાં નાણાકીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્મોલકેસ ટેકનોલોજીમાં પણ રોકાણ કર્યું છે. આ કંપનીનું વેલ્થ મેનેજમેન્ટ સેક્ટરમાં પહેલું રોકાણ છે. આ સિવાય ડિજિટલ લોન માર્કેટમાં ફેયરિંગ કેપિટલ, પ્રેમજી ઇન્વેસ્ટ, સેકિયા કેપિટલ ઇન્ડિયા, બ્લૂમ વેન્ચર્સ, બીનેક્સ્ટ, ડીએસપી ગ્રુપ, અર્કમ વેન્ચર્સ, WEH વેન્ચર્સ અને HDFC બેન્ક પણ ડિજિટલ લોન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
ડિજિટલ લોન માર્કેટ પર ફોકસ કરી રહેલી કંપનીઓ
ગૂગલે પહેલાંથી જ ટાઇમ ડિપોઝિટ સ્મોલ લેંડર્સ સાથે ભાગીદારી કરી છે. ગૂગલ પે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ડિજિટલ ગોલ્ડ, વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરી રહ્યું છે. હાલમાં મોટા નામો ડિજિટલ લોન માર્કેટ પર ફોકસ કરી રહ્યાં છે. જોકે, આ બજાર કંપનીઓ માટે જોખમથી મુક્ત નથી. તમને જણાવી દઈએ કે માર્ચ 2021થી દેશનો બેડ લોન રેશિયો 11.30 ટકા વધવાની ધારણા છે. સાથે જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ઓનલાઇન લેંડર્સ સહિત 300 સ્ટાર્ટઅપ્સને નિયમન કરવાની યોજના બનાવી રહી છે.