બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good news for farmers, the meteorological department Forecast Rain

આગાહી / ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

Kiran

Last Updated: 04:12 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થતા હવે ખેડૂતો પાકને લઈ ચિંતા મૂક્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ફરી સારા વરસાદની આગાહી કરી છે

  • રાજ્યમાં ફરીથી સક્રિય થયું ચોમાસું
  • અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
  • અતિભારે વરસાદની સંભાવના નથી

રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થતા હવે ખેડૂતો પાકને લઈ ચિંતા મૂક્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે  સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદી  માહોલ જામશે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.  દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પથંકમાં વહામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. 


 

રાજ્યમાં ફરીથી સક્રિય થયું ચોમાસું
હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરફ ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 

રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળુ થતા અતિભારે વરસાદની શક્યતા નહીવત જણાઈ રહી છે પરતું લો પ્રશેરની અસરથી રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી કરતા રાજ્યના મહાનગરોમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે. 


હાલ અતિભારે વરસાદની સંભાવના નથી
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાંમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. સાથે શનિવાર સુધીમાં તો ભરૂચ, સુરતમાં સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

હજીપણ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ
તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે રાજ્યમાં હજુ પણ 46 ટકા વરસાદની ઘટ છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 10.36 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે અત્યાર સુધીમાં 20 ઈંચ વરસાદ પડવો જોઈએ. ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ