Good news ... 5G may be launched in the country soon, this company is now at the forefront after beating jio
સારા સમાચાર /
ખુશખબર...ટૂંક સમયમાં આવી શકે છે 5G, જિયોને પાછળ પાડી આ કંપની હવે મોખરે
Team VTV05:47 PM, 28 Jan 21
| Updated: 07:58 PM, 28 Jan 21
એરટેલ એ એક નિવેદનમાં કહ્યું છે કે તેમણે ભારતમાં કમર્શિયલ નેટવર્ક પર 5g ની ટેસ્ટિંગ કરી લીધી છે.
ભારતમાં થયું પ્રથમ કમર્શિયલ ટેસ્ટિંગ
એરટેલ કંપનીએ હૈદરબાદમાં સફળ ટેસ્ટિંગ કર્યાની કરી ઘોષણા
દેશમાં 5Gનું ટેસ્ટિંગ કરનારી પ્રથમ કંપની બની
ભારતમાં 5g ની રેસમાં કોણ આગળ નીકળશે આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ કહેશે, પરંતુ આજના નિવેદનને જો જોઈએ તો હાલ પૂરતી એરટેલ આ સ્પર્ધામાં જિયો અને વી કરતા આગળ દેખાઈ રહી છે.
હૈદરાબાદમાં કર્યું ટેસ્ટિંગ
એરટેલે તાજેતરમાં જ જાહેર કરેલા એક નિવેદન પ્રમાણે તેમણે કમર્શિયલ નેટવર્ક પર 5g ની ટેસ્ટિંગ કરી લીધી છે, જો કે સરકારની તરફથી અનુમતિ અને જરૂરી સ્પેક્ટ્રમ મળ્યા બાદ તેને લોન્ચ કરવામાં આવશે. 5g ની રેસમાં એરટેલ ભારતમાં કમર્શિયલ નેટવર્ક પર 5g ને ટેસ્ટ કરવા વાળું પ્રથમ ટેલિકોમ ઓપરેટર બની ગયું છે. કંપનીએ જણાવ્યું હતું કે તેમણે હૈદરાબાદમાં તેમની પાસે પેહલાથી જ મોજૂદ 1800 મેગાહર્ટઝ બેન્ડમાં તેનું ટેસ્ટિંગ કર્યું હતું.
કંપનીએ આની સાથે જ જણાવ્યું હતું કે તેના નોન સ્ટેન્ડ અલોન નેટવર્ક પર ડાયનામિક સ્પેક્ટ્રમ શેરિંગનો યુઝ કરવામાં આવ્યો હતો જેમાં 5G અને 4G ને એકીસાથે ચલાવી શકાય છે. આ ટેસ્ટિંગમાં દેખાડવામાં આવ્યું છે કે બધા જ પ્રકારના ડોમેન જેવા કે રેડિયો, કોર અને ટ્રાન્સપોર્ટ બધા માટે એરટેલનું 5G સ્પેક્ટ્રમ તૈયાર છે.
સરકારની અનુમતિ પછી લોન્ચ થશે 5G
કંપનીએ જણવ્યું હતું કે હૈદરાબાદમાં યુઝર્સ 5G ફોન પર માત્ર એક સેકન્ડમાં જ આખી મૂવી ડાઉનલોડ કરી શકતા હતા અને આ ટેસથી કંપનીએ તેની ટેક્નોલોજિકલ ક્ષમતા સિદ્ધ કરી છે. અમને અમારા એંજિનિયર્સ પર ગર્વ છે, જો કે આ નેટવર્કનો ફાયદો યુઝર્સને ત્યારે જ મળી શકશે જ્યારે કે સરકાર તરફથી તેમને આ માટેની અનુમતિ અને જરૂરી સ્પેક્ટ્રમ મળી જશે. જો કે સાથે કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે આ નેટવર્ક ઉપલબ્ધ થઇ જશે ત્યારે લોકોને સિમ સ્વિચ્ડ કરવાની જરૂર નહી રહે.
કંપનીના સીઈઓ ગોપાલ વિઠઠલે કહ્યું હતું કે ભારતમાં 5G નું ઇનોવેશન હબ બનવાની ક્ષમતા છે, જો કે તેના માટે આપણે નેટવર્ક, એપ્લિકેશન અને ડિવાઇસીસની સાથે આવવું પડશે. જેના માટે અમારી કંપની તૈયાર છે. જો કે તેમણે જિયો અને વી ઉપર કોઈ પણ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો.