બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / gonda national championship many players boycotted going to jantar mantar

ઉત્તરપ્રદેશ / દિલ્હીમાં પહેલવાનોનો 'અખાડો': અનેક ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશીપનો જ કર્યો બૉયકોટ

Vaidehi

Last Updated: 04:37 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડાનાં નંદિની નગરમાં શનિવારથી નેશનલ ચેમ્પિયનની સ્પર્ધા છે. હરિયાણા અને હિમાચલ પ્રદેશનાં અડધા ડઝનથી પણ વધારે ખેલાડીઓ મેચ રમ્યા વિના જ પાછા આવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે દિલ્હીનાં જંતર-મંતર પર બેઠેલા ભાઈ -બહેનોનાં સમર્થનમાં જંતર-મંતર જઈ રહ્યાં છે.

  • નેશનલ ચેમ્પિયનની સ્પર્ધામાંથી ખેલાડીઓ પાછા વળ્યાં 
  • કહ્યું સીનિયર્સનો સપોર્ટ કરશું, મેચ નહીં રમીએ
  • બૃજભૂષણનાં ભાષણ બાદ ખેલાડીઓએ છોડી મેચ

ભારતીય કુશ્તી સંઘનાં અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ બૃજભૂષણ શરણસિંહની સામે હવે ઘણાં ખેલાડીઓ હડતાલ પર બેસી ગયાં છે. તેમાં એવા પણ ખેલાડીઓ છે કે જે નંદિની નગર સ્થિત કુશ્તી સ્ટેડિયમમાં નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે ગયાં છે. હરિયાણા અને હિમાચલ પ્રદેશનાં અનેક ખેલાડીઓ મેચ રમ્યા વગર જ પાછાં આવી રહ્યાં છે.

'અમે સ્વેચ્છાએ મેચ નથી રમી રહ્યાં'
ખેલાડીઓનું કહેવું છે કે અમે સ્વેચ્છાએ મેચ નથી રમી રહ્યાં, દિલ્હીનાં જંતર-મંતર પર બેઠેલા  ભાઈ-બહેનોનાં સમર્થનમાં મેચ રમ્યા વિના પાછા જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ પહેલા જંતર-મંતર પર જશે અને ત્યારબાદ ઘરે જતાં રહીશું. 

'ઘણાં એથલીટ મારી સાથે છે'- બૃજભૂષણ
આ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ સહિત ઘણાં પ્રદેશોનાં ખેલાડીઓ આવેલા છે. શુક્રવારે સાંસદ બૃજભૂષણ શરણસિંહ આ ખેલાડીઓને મળવા પહોંચ્યા હતાં. તે દરમિયાન બૃજભૂષણ શરણસિંહે નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધાની તૈયારી અંગે વાત કરતાં કહ્યું હતું કે ઘણાં એથલીટ મારી સાથે છે.

અમારું મનોબળ પડી ગયું છે...
દિલ્હીનાં જંતર-મંતર પર ખેલાડીઓનાં યૌનશોષણનો વિરોધ કરી રહ્યાં એથલેટ્સ હડતાલ પર બેઠા છે ત્યારે એક ઈન્ટરવ્યૂમાં ખેલાડીઓએ કહ્યું કે તેમનું મનોબળ પડી ગયો છે અને અહીંની વ્યવસ્થાઓ નેશનલ લેવલની સ્પર્ધાઓનાં સ્તરની નથી.

સીનિયર્સનો સપોર્ટ કરવા ઈચ્છે છે ખેલાડીઓ
ખેલાડીઓએ કહ્યું કે અમને પોતાના સીનિયર્સની સાથે ઊભવું છે. અહીંથી પાછા જઈને જંતર-મંતર પર પોતાના સીનિયર ખેલાડીઓનો અમે સાથ આપશું અને ફેડરેશનનો વિરોધ કરશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ