બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 AM, 22 July 2021
ADVERTISEMENT
કોરોનાના નવા વેરિઅન્ટ અને મોઘવારીની ચિંતાની વચ્ચે સોનું અને ચાંદીના રેટમાં વધારે અસ્થિરતા જોવા મળી રહી છે. કોઈ દિવસ ફાયદો થાય છે તો કોઈ દિવસ કિંમતો પર દબાણ વધે છે. શેર બજારમાં વધારા સાથે સોનાની કિંમત પર પણ દબાણ વધ્યું છે. MCX પર ઓગસ્ટ ડિલિવરીનું સોનું સવારે 10 વાગે 106 રૂપિયાના ઘટાડા સાથે 47467 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. હવે ઓક્ટોબર ડિલિવરીનું સોનું 93 રૂપિયાના ઘટાડા સાથે 47783 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાની કિંમતો પર વધ્યું દબાણ
આ સમયે 0.26 ટકાના ઘટાડાની સાથે 1,798.70 ડોલર પ્રતિ ઓંસના સ્તરે સોનાનો કારોબાર ચાલી રહ્યો છે. આ સાથે ચાંદી પર પણ દબાણ વધ્યું છે. તે 25.25 ડોલર પ્રતિ ઓંસના સ્તરે કારોબાર કરી રહી હતી. ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર સપ્ટેમ્બરની ડિલિવરીની ચાંદી 112 રૂપિયાના ઘટાડા સાથે 67025 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી છે. આ સાથે ડિસેમ્બરની ચાંદી 82 રૂપિયાના ઘટાડાની સાથે 68281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટ્રેડ કરી રહી હતી.
શું કહે છે જાણકારો
Commodity Researchના ડાયરેક્ટરના અનુસાર MCX પર સોના માટે 47400-47180 ના સ્તરે એક મજબૂત સપોર્ટ છે જ્યારે ચાંદી માટે સપોર્ટ 66800-66400 ની વચ્ચે છે. જ્યારે અવરોધ 67700-68100 પર છે. ચાંદી માટે 66900ના સ્તરે ખરીદીની સલાહ અને 68100 પર વેચવાની સલાહ આપવામાં આવી છે. તેના માટે સ્ટોપલોસ 66400નું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT