બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold rate today on 18 july god price in india

Gold Price / 5 અઠવાડિયાથી સતત ઘટાડા બાદ આજે સોનામાં તેજી, ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા ચેક કરી લો લેટેસ્ટ રેટ

Arohi

Last Updated: 02:49 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોલરમાં કમજોરીના કારણે આજે સોના અને ચાંદીમાં ચમક પાછી ફરી છે. પાંચ અઠવાડિયા બાદ સતત સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આજે ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂતી સાથે ખુલ્યો છે.

  • ડોલર સોમે રૂપિયો થયો મજબૂત 
  • સોના-ચાંદીમાં 5 અઠવાડીયા પછી આવી ચમક 
  • જાણો આજના સોના-ચાંદીના ભાવ 

પાંચ અઠવાડિયાથી સતત ઘટાડા બાજ આજે અઠવાડિયાના પહેલા દિવસે ડોમેસ્ટિક માર્કેટમાં સોનું અને ચાંદીમાં તેજી આવી રહી છે. ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર સવારે 10 વાગ્યે ઓગસ્ટ ડિલિવરી વાળુ ગોલ્ડ 252 રૂપિયાથી ઉઠળવાની સાથે 50359 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. ઓક્ટોબર ડિલિવરી વાળુ સોનું 287 રૂપિયા ઉઠળવાની સાથે 50625 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. 

5 ડોલરનો ઉછાળો 
ગોલ્ડ પ્રાઈઝની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, સ્પોટ ગોલ્ડ હાલ 5 ડોલરના ઉછાળાની સાથે 1715.55 ડોલર પ્રતિ આઉટ્સના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. ડોલર ઈન્ડેક્સમાં આ સમયે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 0.15 ટકાના ઘટાડાની સાથે 107.752ના સ્તર પર છે. ડોલરમાં ઘટાડાના કારણે જ સોના અને ચાંદીની ચમક પરત ફરી છે. 

ચાંદીની વાત કરવામાં આવે તો MCX પર સપ્ટેમ્બર ડિલિવરીનું ચાંદી 303 રૂપિયાની તેજીની સાથે 55890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ડિસેમ્બર ડિલિવરી વાળી ચાંદી 339 રૂપિયાની તેજીની સાથે 56858 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. સ્પોર્ટ સિલ્વર 0.32 ટકાની તેજીની સાથે 18.81 ડોલર પ્રતિ આઉટ્સના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. 

રૂપિયામાં મજબૂતી, ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો 
આજે રૂપિયામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોલર અનુસાર રૂપિયો 9 પૈસાની મજબૂતીની સાથે 79.79ના સ્તર પર ખુલ્યો છે. શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયા 79.88ના સ્તર પર બંધ થયો હતો. આજે શેર બજારમાં પણ તેજી અને સેન્સેક્સમાં 400 પોઈન્ટનો વધારો ઉછાળ જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલમાં આ સમયે મામુસી તેજી છે. ઓઈલ પ્રાઈઝની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, બ્રેન્ટ ક્રૂડ હાલ 101.8 ડોલર પ્રતિ બેરલના સ્તર પર અને WTI ક્રૂડ 97.92 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. 

24 કેરેટના સોનાનો ભાવ 
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આજે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 5063 રૂપિયા પ્રતિ ગ્રામ છે. 22 કેરેટનો ભાવ 4941 રૂપિયા પ્રતિ ગ્રામ, 20 કેરેટનો ભાવ 4506 રૂપિયા પ્રતિ ગ્રામ, 18 કેરેટનો ભોવ 4101 રૂપિયા પ્રતિ ગ્રામ અને 14 કેરેટનો ભાવ 3266 રૂપિયા પ્રતિ ગ્રામ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gold rate today સોનાના ભાવ સોનુ-ચાંદી Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ