બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:15 AM, 20 January 2022
ADVERTISEMENT
આજે ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.01 ટકાની સામાન્ય તેજી આવી છે. ત્યારે ચાંદીના ભાવ 0.14 ટકા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોમાં સોના-ચાંદીના રેટમાં સતત ઉતાર ચઢાવ જારી છે જેના ચાલતા ગોલ્ડ 48, 000 રુપિયાને પાર ચાલી ગયુ છે. કાલે સોનાના ભાવમાં કોઈ ફેરફાર નહોંતો થયો.
લગ્ન સિઝનમાં સોનું ફરી 50 હજાર સુધી જઈ શકે છે
ADVERTISEMENT
દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ભારે ખરીદી કરવામાં આવે છે. તેવામાં સોના-ચાંદીની કિંમતોને વધેલી માંગોનું સમર્થન મળે છે. સોનું એકવાર ફરી ધીરે ધીરે 50, 000 રુપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ તરફ વધી રહ્યું છે. સાથે ફંડામેન્ટલ પણ મજબૂત બનેલ છે.

ADVERTISEMENT
જાણો શું છે આજના રેટ
આજે સોનાના ભાવમાં 0.01 ટકા સામાન્ય તેજી આવી છે. આની સાથે ગોલ્ડ 48, 381 પ્રતિ 10 ગ્રામ લેવલ પર છે. ત્યારે ચાંદી 0.14 ટકાના વધારાની સાતે 64, 495 રુપિયા કિલો પર કારોબાર કરી રહી છે.
ADVERTISEMENT
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
ADVERTISEMENT

આ રીતે ચેક કરો શુદ્ધતા
ADVERTISEMENT
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.