સોનાની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાંદી સસ્તું થયું છે.
સોનું 48,129 રુપિયા પર કારોબાર કરી રહ્યું છે
MCX પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં 69.00 રુપિયાનો વધારો જોવા મળ્યો
ચાંદી માર્ચ વાયદા 74 રુપિયા પર સરકીને 61, 754 પર આવી ગયુ
MCX પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં 69.00 રુપિયાનો વધારો જોવા મળ્યો
લગ્નની આ સિઝનમાં સોના- ચાંદીની ડિમાન્ડ વધી રહી છે. તેવામાં સોનાની કિંમતમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચાંદી સસ્તું થયું છે. આજે બુધવારે 8 ડિસેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં 69.00 રુપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં 0.14 ટકાનો વધારો છે. આની સાથે સોનું 48,129 રુપિયા પર કારોબાર કરી રહ્યું છે. ત્યારે ચાંદી માર્ચ વાયદા 74 રુપિયા પર સરકીને 61, 754 પર આવી ગયુ છે. ચાંદીના ભાવમાં આજે 0.12 ટકાનો ઘટાડો છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
સોનાની આયાત કરનારો દેશ છે ભારત
ધ્યાનમાં રહે કે ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરનારો દેશ છે. મુખ્ય રુપથી આભૂષણ ઉદ્યોગની માંગને પૂરી કરવા માટે સોનાની આયાત કરી શકાય છે. જથ્થાના હિસાબે ભારત વર્ષના 800થી 900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોના પર આયાત ભાવ 12.5 ટકા ઘટાડીને 10 ટકા કરી નાંખી છે. સામાન્ય રીતે સોનાને મુદ્રાસ્ફૂર્તીની વિરુદ્ધ બચાવના રુપમાં જોવામાં આવે છે.