બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:23 PM, 24 August 2022
ADVERTISEMENT
આજે બુધવારે સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. બન્ને કિંમતા ધાતુ મલ્ટીકમોડિટી એક્સચેન્જ પર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહી છે. સોનાના ભાવ આજે પણ 52 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચે જ છે. સવારના સત્રમાં સોનું 74 રૂપિયા નિચે આવવાની સાથે 51343 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ કરી રહ્યું છે.
ADVERTISEMENT
લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યું છે સોનું
એમસીએક્સ પર સોનું આજે 1747 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. કાલના લેવલ કરતા તેમાં તેજી જોવા મળી રહી છે પરંતુ આજે લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી બજારમાં મંગળવારે સોનાનો હાજર ભાવ 1,736.55 ડોલર પ્રતિ ઔંસ રહ્યો જે તેના છેલ્લા બંધ ભાવથી 0.09 ટકા વધારે છે.
સરાફા બજારમાં સોનું
મંગળવારે સરાફા બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 10 ગ્રામ સોનાની કિંમત 157 રૂપિયા વધીને 51,707 પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 51,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીના ભાવ આજે રૂ. 364 વધી રૂ. 55,662 પ્રતિ કિલો થયા છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે ડૉલરના ભાવમાં નરમી આવવાથી સોનામાં ઘટાડો અટકી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.