બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Gold price hits fresh record high to cross Rs 57,000 mark

ખરીદી મોંઘી / સોનું ગયું હાથ બહાર, પહેલી વાર કિંમત પહોંચી રેકોર્ડબ્રેક લેવલે, અમદાવાદમાં આવ્યો આટલો વધારો

Hiralal

Last Updated: 05:46 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે અમદાવાદમાં સોનાના ભાવમાં 350 રુપિયાનો ઉછાળો આવ્યો છે. આટલા વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 52, 750 રુપિયા થઈ છે.

  • સોનાની કિંમત મંગળવારે પહોંચી રેકોર્ડબ્રેક લેવલે 
  • પહેલી વાર સોનાની કિંમત પહોંચી 57,000ને પાર 
  • અમદાવાદમાં એક તોલા સોનાની કિંમતમાં 350 રુપિયાનો વધારો 
  • અમદાવાદમાં સોનાની કિંમત થઈ  52, 750 રુપિયા 

પીળી ધાતુ એવા સોનાની ચમક એટલી તીવ્ર બની છે કે હવે લોકોના ખિસ્સાને પરવડે તેવું રહ્યું નથી. મંગળવારે સોનાની કિંમતો રેકોર્ડબ્રેક લેવલે પહોંચી છે. 
સોનું આજે નવી વિક્રમી સપાટી (ગોલ્ડ એટી રેકોર્ડ હાઈ લેવલ) બની ગયું છે અને તેના ભાવ આસમાને પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે સોનાની માગને કારણે સોનાના બાર, સોનાના બિસ્કિટ, સોનાના દાગીનાની કિંમત મજબૂત રીતે વધી રહી છે. 

અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોનાના ભાવમાં એક તોલાએ 350 રુપિયાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદમાં એક તોલા સોનાની કિંમત (22 કેરેટ) 52, 750ની આસપાસ છે જ્યારે 24 કેરેટના શુદ્ધ સોનાનો ભાવ 58,795.00 રુપિયાની આસપાસ છે. છતાંય લગ્નસરાની સિઝન હોવાથી લોકો સોનું ખરીદવામાં પાછળ રહેતા નથી. 

લગ્નસરાની મજબૂત ખરીદી થતા વધી સોનાની કિંમત
હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે તેથી તેની ખરીદી મજબૂત થતા સોનાના ભાવ વધ્યાં છે. અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સોનાના ભાવમાં 350 રુપિયાનો વધારો આવ્યો છે. 

આજે સોનાના ભાવ શું છે?
સોનાનો ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત 57,000 રુપિયાને પાર કરી ગયો છે અને આજે કારોબાર ખૂલતાની સાથે જ સોનું અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાના ભાવ ઘટીને 57030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. તેમાં 215 રૂપિયાના ઉછાળા સાથે0.38  ટકાની મજબૂતી જોવા મળી રહી છે. સોનામાં આજે કારોબારની પહેલી મિનિટમાં જ સૌથી વધુ 57046 રૂપિયાની સપાટી જોવા મળી છે. એમસીએક્સ પર સોનાનો આ ભાવ તેના ફેબ્રુઆરીના વાયદા માટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ