Gold Hallmarking Rules Change: માત્ર હોલમાર્કવાળા સોનાના વેચાણ અંગે સરકારનો નવો નિયમ આજથી અમલમાં આવ્યો એ મુજબ હવે દેશમાં જ્વેલર્સે માત્ર 6 અંકની HUID હોલમાર્કિંગ જ્વેલરી વેચવી પડશે. જો કે આ નિયમ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે.
હોલમાર્કવાળા સોનાના વેચાણ અંગે નવો નિયમ લાગુ
આ જ્વેલર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો
શું છે ગોલ્ડ હોલમાર્કિંગ પર મળેલ આ નવી છૂટ?
Gold Hallmarking Rules Change: સોનાના ભાવમાં સતત હલચલ જોવા મળી રહી છે. દરમિયાન હવે સરકાર દ્વારા સોનાના ઘરેણાને લઈને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. માત્ર હોલમાર્કવાળા સોનાના વેચાણ અંગે સરકારનો નવો નિયમ 1 એપ્રિલ, 2023થી અમલમાં આવ્યો છે અને એ મુજબ હવે દેશમાં જ્વેલર્સે માત્ર 6 અંકની HUID હોલમાર્કિંગ જ્વેલરી વેચવી પડશે.
જ્વેલર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો
જો કે આ નિયમ અંગે એક અપડેટ સામે આવ્યું છે. જણાવી દઈએ કે સોનાના દાગીના માટે છ અંકની 'આલ્ફાન્યુમેરિક HUID' સિસ્ટમ લાગુ કરવાના એક દિવસ પહેલા સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી હતી. સરકારે શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી 'ઘોષિત' સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી હતી એટલે કે જ્વેલર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે.
શું છે ગોલ્ડ હોલમાર્કિંગ પર મળેલ આ નવી છૂટ?
આ વિશે જ્વેલરી ઉદ્યોગની સંસ્થાઓ સાથે તાજેતરની બેઠક બાદ ઉપભોક્તા મંત્રાલયે આ સંદર્ભે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના અનુસાર મંત્રાલયે ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સ ઓર્ડર, 2020ના હોલમાર્કિંગમાં સુધારો કર્યો છે. એટલે કે જે જ્વેલર્સે અગાઉ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરીનો સ્ટોક જાહેર કર્યો હતો તેમને તેને વેચવા માટે 30 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ છેલ્લી સમયમર્યાદા છે
આ વિશે જાણકારી આપતા મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ જ્વેલર્સ છે, જેમાંથી 16,243એ આ વર્ષે 1 જુલાઈએ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરી જાહેર કરી હતી અને એ માટે એમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. આ છેલ્લી સમયમર્યાદા છે, હવે જૂના સ્ટોકને સાફ કરવા માટે વધુ સમય આપવામાં આવશે નહીં.
આ શરત સાથે મળી છૂટ
સૌ પ્રથમ આ છૂટ ફક્ત જુલાઈ 2021 પહેલા બનેલી જ્વેલરી પર જ લાગુ થશે અને જે જ્વેલર્સે 4 અંકના બેલેન્સ સ્ટોકનું ડિસ્ક્લોઝર આપ્યું છે તેમને જ આ ટ્રાન મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે. જમણે આ વધુનો સમય મળ્યો છે એવાજ્વેલર્સની સંખ્યા 16,243 છે. અન્ય તમામ લોકો માટે 1લી એપ્રિલથી 6 અંક HUID હોલમાર્કિંગ ફરજિયાત બની ગયું છે.