બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Goalkeeper Ahmet Eyup Turkaslan dies in Turkey earthquake news

દુ:ખદ / 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં તુર્કીયેના ગોલકીપરનું નિધન, 10 વર્ષમાં 87 મેચ રમી ચૂકેલ ખેલાડી

Megha

Last Updated: 10:56 AM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂકંપથી સામાન્ય માણસને મોટુ નુકસાન થયું છે તો તેની સાથે તુર્કીની રમતને પણ ખૂબ જ મોટુ નુકસાન થયું છે. ભૂકંપમાં તુર્કીએ પોતાના હોનહાર ફુટબોલરને ગુમાવ્યા છે.

  • ભૂકંપમાં તુર્કીએ પોતાના હોનહાર ફુટબોલરને ગુમાવ્યા 
  • અહમત ઇયુપ તુર્કસ્લાન હાલમાં Yeni Malatyaspor ક્લબ માટે રમતો
  • અહમતના મોતના કારણે તેના ક્લબના ખેલાડીઓમાં સન્નાટો

તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી દિધી છે. આ ભૂકંપના કારણે જાનમાલને ખૂબ જ મોટુ નુકશાન થયું છે. હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો બેઘર થયા છે. હાલ પણ ઘણા લોકો લાપતા છે, જેઓ કાટમાળ નીચે દબાયા છે. ભૂકંપથી સામાન્ય માણસને મોટુ નુકસાન થયું છે તો તેની સાથે તુર્કીની રમતને પણ ખૂબ જ મોટુ નુકસાન થયું છે. ભૂકંપમાં તુર્કીએ પોતાના હોનહાર ફુટબોલરને ગુમાવ્યા છે. ભૂકંપના કારણે 28 વર્ષના ગોલકીપર Ahmet Eyup Turkaslan નું મોત થયું છે.

તુર્કીમાં આવેલા ભૂકંપના કારણે જે તબાહી મચી છે તે કોઈનાથી છુપી નથી. આમાં જાન-માલનું ઘણું નુકસાન થયું છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ખબર નહીં કેટલા બેઘર બન્યા. હજુ પણ ઘણા એવા છે, જેમનું ઠેકાણું નથી, તેઓ કાટમાળ નીચે દટાયેલા છે. જો ભૂકંપની દુર્ઘટનાનો ભોગ સામાન્ય જનતાએ ભોગવવું પડ્યું તો તુર્કીની રમતગમતને પણ આના કારણે ઘણું નુકસાન થયું છે. ભૂકંપમાં તુર્કીએ તેનો એક આશાસ્પદ ફૂટબોલર ગુમાવ્યો છે. ભૂકંપમાં 28 વર્ષીય ગોલકીપર અહમેટ ઇયુપ તુર્કાસલાનનું મૃત્યુ થયું હતું.

તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ ભૂકંપ આવ્યો અને 7 ફેબ્રુઆરીએ તુર્કીના ગોલકીપરના મૃત્યુના સમાચારની પુષ્ટિ થઈ હતી. ગોલકીપર અહમત ઇયુપ તુર્કસ્લાન હાલમાં Yeni Malatyaspor ક્લબ માટે રમી રહ્યો હતો. આ ક્લબ સાથે તેનો એક વર્ષનો કરાર હતો. પરંતુ, કરાર પૂરો થાય તે પહેલા જ તુર્કીના ગોલકીપરનું મૃત્યુ થયું છે. 

10 વર્ષમાં 87 મેચ રમી
અહમત ઇયુપ તુર્કસ્લાનની ફૂટબોલ કારકિર્દી સીનિયર લેવલ પર 10 વર્ષ સુધી રહી.   આ દરમિયાન તેણે 5 ક્લબ માટે 87 મેચ રમી હતી. ગોલકીપરનું મૃત્યુ એટલે પણ હ્રદયસ્પર્શી છે કારણ કે તે પરિણીત હતો અને તેની ઉંમર નાની હોવાના કારણે હજુ પણ તેનામાં ઘણી રમત રમવાની બાકી હતી. 

ગોલકીપરના મૃત્યુના કારણે ક્લબમાં સન્નાટો
ગોલકીપર અહમતના મોતના કારણે તેના ક્લબના ખેલાડીઓમાં સન્નાટો છે. તેમનું કહેવું છે કે તેઓ ડગઆઉટમાં તેને ખૂબ જ મિસ કરશે. આ પહેલા ભૂકંપમાં વધુ એક ફુટબોલ ખેલાડી લાપતા હોવાના સમાચાર આવ્યા હતા. ક્રિસ્શિચયન અશ્તુ નામના ફુટબોલર ખેલાડીને લઈ સારા સમાચાર છે કે તેઓ મળી ગયા છે. ભૂકંપમાં તેમની સાથે કોઈ અઘટીત ઘટના નથી બની.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ