બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / girl stained body with a hot knife by family after love marriage in delhi

આકરી સજા / દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, શરીરના રૂંવાડા ઉભા કરી નાખે તેવી આપી માતા-પિતાએ સજા

Premal

Last Updated: 02:26 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પોતાની પસંદગીના યુવક સાથે પ્રેમ વિવાહ કરનારી એક યુવતીને તેના માતા-પિતાએ શરીરના રૂંવાડા ઉભા કરી નાખે તેવી સજા આપી છે. યુવતીના માતા-પિતાએ આરોપી યુવતીને તેના સાસરીયામાંથી બળજબરીપૂર્વક ઘરે લઈ આવ્યાં અને ગરમ છરી વડે તેના શરીર પર ડામ દીધા.

  • પ્રેમ વિવાહ કરનારી યુવતીને તેના જ માતા-પિતાએ આપી સજા
  • પોલીસે યુવતીના માતા-પિતાની કરી ધરપકડ
  • માતા-પિતાએ ગરમ છરી વડે દીકરીના શરીર પર આપ્યાં ડામ

યુવકે પોલીસને આપી માહિતી

યુવકે જ્યારે પોતાની પત્નીની આ સ્થિતિ જોઈ ત્યારે યુવકે પોલીસને આ ઘટનાની જાણકારી આપી. આ ઘટના દિલ્હીના ભલસ્વા ડેયરી વિસ્તારની છે. પોલીસે યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી અને તેના નિવેદન પર ફરીયાદ નોંધી છે. પોલીસે આ સમગ્ર કેસની કાર્યવાહી કરતા યુવતીના માતા-પિતાની ધરપકડ કરી છે.

નિકટતા વધતા યુવતીને યુવક સાથે થયો પ્રેમ

પીડિતાની ઓળખ સ્વામી શ્રદ્ધાનંદ નિવાસી આનંદીના રૂપમાં કરી છે. આનંદીએ પોલીસને જણાવ્યું કે, ચાર વર્ષ પહેલાં તેની મુલાકાત બાજુમાં રહેતા રંજન સાથે થઈ હતી. વધુ નિકટતા વધતા બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. 7 સપ્ટેમ્બરે બંનેએ રોહિણી કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ આનંદી તેના સાસરિયે ગઈ હતી. આ સમયે આનંદીની સાસુ સુનીતા દેવી ઘર પર ન હતી. તેણી નણંદને બાળક આવવાન હતુ. તેથી સુનિતા દેવી હોસ્પિટલ ગઈ હતી. રાત્રે અંદાજે ત્રણ વાગ્યે યુવતીની માતા અનિતા દેવી રંજનના ઘરે પહોંચી અને યુવતીને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગઈ.

મારા માતા-પિતા તરફથી મને માર મારવામાં આવ્યો?: પીડિત યુવતી

જોકે, યુવતીની સાસુએ કહ્યું કે બાળકોએ લગ્ન કરી લીધા છે તો તેને અહીં રહેવા દો. પરંતુ તેની માતા માની નહી અને યુવતીને પોતાની સાથે લઈને જતી રહી. આનંદીએ આરોપ લગાવ્યો છે કે અમે અમારી મરજીપૂર્વક લગ્ન કર્યા તેથી તેને માર મારવામાં આવ્યો છે અને પછી ગરમ છરી વડે તેના ચહેરા, હાથ અને પગ પર ડામ આપવામાં આવ્યાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ