બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / girl plays garba with smoking in vadodara gujarati news

વડોદરા / ગરબામાં 'દમ મારો દમ': સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો, માના ચાચર ચોકમાં યુવતી 'ઇ-સિગારેટ' પીને ગરબે ઘૂમતા રોષ

Dhruv

Last Updated: 12:05 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતાજીની શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રીના પર્વમાં માના ચાચરચોકમાં ખુલ્લેઆમ ઈ-સિગારેટના ધુમાડા કાઢતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો.

  • વડોદરાના ગરબામાં યુવતીએ ફૂંકી ઇ-સિગારેટ
  • ઇ-સિગારેટ ફૂંકી ઘુમાડા કાઢતો વીડિયો વાયરલ
  • વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો

વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રીમાં સંસ્કારી નગરીને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ ગરબાએ ગરબા રમતા-રમતા ઇ-સિગારેટના ધુમાડા કાઢતી એક યુવતીનો વીડિયો વાઇરલ થયો છે. જેને હાલ ભારે ચર્ચા જગાવી છે.

યુવતીના વીડિયોએ લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી

સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકો યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે. માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રીના પર્વમાં માતાજીના ચાચરચોકમાં આ રીતે ખુલ્લેઆમ ઈ-સિગારેટના ધુમાડા કાઢતી યુવતીના વીડિયોએ લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી છે.

ચાલુ ગરબે યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા રમ્યા હતા. ત્યારે અન્ય ખેલૈયાઓએ આ યુવતીનો ઇ-સિગારેટ પીતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અન્ય ખેલૈયાઓએ આ યુવતીને પાઠ ભણાવવા વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પ્રકારની પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય

તમને વધુમાં જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે 'આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા નથી માંગતા. પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય. એનો વિરોધ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.' ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.

મહત્વનું છે કે, વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે 'આવો વીડિયો જો વાઇરલ થયો હોય તો ખરેખર ખોટું છે. સાદા વેશમાં ફરતી શી ટીમને અમે સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે.' જ્યારે યુનાઇટેડ વેના આયોજકે જણાવ્યું હતું કે 'અમે સિક્યોરિટીને સૂચના આપીશું. આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધીને બહાર કાઢે. આવા લોકો મળશે તો કાર્યવાહી કરાશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ