બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / Girl dies due to electrocution in Akwada Lake train of Bhavnagar

બેદરકારી / ભાવનગર મનપાના પાપે અક્વાડા લેકની ટ્રેનમાં કરંટ લાગતા બાળકીનું મોત: પરિજનોના આક્ષેપ, શિક્ષણમંત્રી એક્શનમાં

Kishor

Last Updated: 11:01 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર અક્વાડા લેકની ટ્રેનમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનોએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે.

  • ટ્રેનમાં કરંટ લાગતા બાળકીનું મોત
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કમિશનરને આપી સૂચન 
  • સમગ્ર મામલે બનાવાઇ તપાસ કમિટી

ભાવનગર મનપા દ્વારા 11 કરોડનો ખર્ચે કરી અક્વાડા લેક બનાવવામાં આવ્યું છે.  જ્યાં ફરવા ગયેલા પરિવારની લાડક્વાયી દીકરીને ટ્રેનમાં કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.  બીજી તરફ આ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ નોધ લઇને કમિશનરને તાબડતોબ સૂચન આપી દેવામાં આવી છે અને ,જવાબદાર સામે કડક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. 

મેર પરિવારની બાળકીના મોતથી અરેરાટી
ભાવનગર મનપા દ્વારા 11 કરોડના ખર્ચે અક્વાડા નજીક અક્વાડા લેક બનાવવામાં આવ્યું છે. પરતું ત્યા સલામતીના નામે મીંડું હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગર શહેર નજીક આવેલું અકવાડા લેક લોકોને અકર્ષતું હોવાથી મોટી સંખ્યામાં લોકો અહી ફરવા જઈ રહ્યા છે. જયા કરુણાંતિકા સામે આવી હતી.  તાજેતરમાં  કુંભારવાડા અક્ષયપાર્ક ખાતે રહેતા રામભાઈ મેર તેમના પરિવાર સાથે અકવાડા લેક ગાર્ડન ખાતે ફરવા ગયા હતા. જ્યાં તેમની આઠ વર્ષની માસૂમ દીકરી જાનવીને ગાર્ડનની અંદર આવેલી ઈલેક્ટ્રીક રેલગાડીના પાટા ઉપર જોરદાર ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જે અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને આ બનાવ બન્યો : પરિવારજનો
ત્યારબાદ બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે આઠ વર્ષની બાળા જાનવીને મૃત જાહેર કરી હતી જ્યારે આ બનાવને લઈને તેમના પરિવારમાં શોખનું વાતાવરણ છવાઈ ગયું હતું. મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને આ બનાવ બન્યો હોય તેવા બાળકીના પરિજનોએ આક્ષેપ કર્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતાઑએ પણ આરોપ લગાવ્યા હતા. વધુમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની સૂચનાને લઈને સ્થળ તપાસ અને આ કેસ મામલે કમિટી બનાવવામાં આવી છે. જેના દ્વારા તપાસ ચલાવાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ