બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath: Saffron mango box prices are currently from 1700 to 2000 rs

આ.. હો.. હો / કેસર કેરીના રેટ સાંભળી ખાવાનું માંડી વાળશો, 20 થી 25 ટકા જ ઉત્પાદન રહેતા આખો ઉનાળો ભાવ ગરમ રહેશે

Vishnu

Last Updated: 08:12 AM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર વિસ્તારનાં આંબાનાં બગીચાઓમાં હાલ વિચિત્રતા જોવા મળી રહી છે.એક જ આંબા પર મોર,નાની ખાખડી અને મોટી કેરી પણ જોવા મળી રહી છે

  • કેસરનો સ્વાદ લાગશે મોંઘો 
  • ફૂલ સિઝનમાં પણ 1500 આસપાસ હશે ભાવ 
  • 20 થી 25 ટકા જ થશે કેરીનું ઉત્પાદન 

ઉનાળામાં લોકોનું ફેવરિટ ફ્રૂટ એટલે કે, કેસર કેરી.બજારમાં કેસરના આગમન સાથે જ લોકો પડાપડી કરતા હોય છે.પરંતુ આ વર્ષે કેસરના રસિયાઓને તેનો સ્વાદ મોંઘો લાગશે.

માવઠાં અને રોગચાળાના કારણે ભારે નુકસાની
કેસર કેરી માટે આમ તો તાલાલા ગીર પ્રખ્યાત છે.પરંતુ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન કરતા ગીર સોમનાથ-જૂનાગઢ, અમરેલી જિલ્લામાં કેરીનો પાક ખુબ ઓછો થશે.ગત વર્ષે તૌકતે વાવાઝોડાની અસર તો વર્તાઈ રહી જ છે.પરંતુ તેની સાથે સાથે શરૂઆતમાં માવઠું અને ત્યાર બાદ ઝાકળના કારણે કેરીના આવરણમાં ભારે નુકસાની પહોંચી છે. શરૂઆતથી જ આંબામાં ઓછું આવરણ જોવા મળ્યું હતું.તેવામાં મગિયો અને ભૂકીછારા નામનો રોગ આવતા વધુ નુકસાની પહોંચી.જેના કારણ હાલ 20 થી 25 ટકા જ કેરી ઝાડ પર જોવા મળી રહી છે.આમ ખેડૂતોને તો નુકસાની છે જ.પરંતુ આ વખતે કેરીના રસિયાઓને પણ કેસરનો સ્વાદ મોંઘો લાગશે.

બજારમાં હાલ 1700થી 2000 સુધી ભાવ 
મહત્વનું છે કે, કેરીની ફૂલ સિઝનમાં તો આ વખતે કેરીના ભાવ 1500 આસપાસ રહેશે જ.પરંતુ હાલમાં પ્રથમ આવરણની કેરીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે.અને તાલાલાની માર્કેટમાં તેના 1700થી 2000 રૂપિયા 10 કિલોના બોક્સના ભાવ બોલાયા છે.જોકે ફૂલ સિઝનમાં પણ ભાવ રહેશે તેવી ખેડૂતોને આશા છે. હાલ તો ખેડૂતો પણ જે 20 થી 25 ટકા પાક નુકસાનીથી બચી ગયો છે.તેને બચાવી રાખવા માટે મથી રહ્યા છે.બીજી તરફ તાલાલા મેંગો માર્કેટમાં પણ દર વર્ષે 8 થી 10 લાખ કેસરના બોક્સની આવક થતી હતી.તેની સામે 3 થી 4 લાખ બોક્સ જ આવવાની સંભાવના છે.,.ત્યારે જોવાનું એ રહેશે કે, ઓછા ઉત્પાદન સામે કેરીના ભાવ કેટલા ઉચકાઈ છે.

 સ્પેશિયલ રાહત પેકેજની માંગ
હાલમાં ત્રણ તબક્કાનું ફલાવરિંગ આંબાઓમાં જોવા મળી રહ્યું છે.શરૂઆતની કેરી 20 થી 30 દિવસમાં પાકી જશે.જેનો શરૂઆતી ભાવ 1500 થી 2 હજાર રૂપિયા પ્રતિ બોક્સનો રહેશે.બીજા તબક્કાની કેસરનો ભાવ પણ ઉંચોજ રહેવા પામશે.જ્યારે ત્રીજા તબક્કાની કેરી જૂજ માત્રામાં બજારમાં આવશે ત્યારે ચોમાસું આંબી જવાની સંભાવના રહેલી છે.માટે ત્યારે પણ ભાવ ઊંચા રહેશે.જો ભાવ ઘટી જાય તો ખેડૂતોને મોટી નુકશાની જઈ શકે.ઓછા ઉત્પાદનને કારણે ભાવો તો જળવાઈ રહેશે.પણ ખર્ચના પ્રમાણમાં આવક ઘટશે.આથી ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે, 'સરકાર કેસર પકવતા ખેડૂતો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ