બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Get updated in Aadhaar Card today if this information otherwise you will not get the benefit of government schemes
Arohi
Last Updated: 12:32 PM, 10 December 2022
ADVERTISEMENT
આજના સમયમાં આધાર વગર કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે. માટે આધાર જરૂરી થઈ ગયું છે અને સાથે જ આપણી ઓળખનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ બની ગયું છે. કોઈ પણ નાગરિકને તેના આખા જીવનમાં એક જ વાર આધાર નંબર જાહેર કરવામાં આવે છે.
જોકે તેને ઈશ્યુ કર્યા બાદ પણ અપડેટ કરાવી શકાય છે. નાગરિકોને આધાર જાહેર કરવાનું કામ UIDAI કરે છે. કોઈ પણ સરકારી સ્કીનો લાભ ઉઠાવવા માટે જરૂરી છે કે તમારે આધારમાં 'POI' અને 'POA'હંમેશા અપડેટ રહે. હાલમાં જ આ સંબંધમાં UIDAIએ એક ટ્વીટ કર્યું છે.
ADVERTISEMENT
Verify Aadhaar prior to accepting it as proof of identity.
— Aadhaar (@UIDAI) December 9, 2022
This applies to all modes of offline usage of Aadhaar, ie. secure QR Code on Aadhaar Letter (or copy thereof)/ e-Aadhaar/ m-Aadhaar or in the Aadhaar Paperless Offline e-KYC (XML), as the case may be. @mygovindia pic.twitter.com/WziHYi98it
25 રૂપિયામાં કરી શકાય છે અપડેટ
UIDAIએ ટ્વીટ કરી લખ્યું- 'વિવિધ સરકારી અને બીન સરકારી સેવાઓના બેનિફિટ લેવા માટે હંમેશા પોતાના 'POI' અને 'POA' ડોક્યુમેન્ટને પોતાના આઘારમાં અપડેટ રાખો. આધારમાં 'POI' અને 'POA'ડોક્યુમેન્ટને અપડેટ કરવા માટે ઓનલાઈન 25 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ક્યાં જ આ કામ જો તમે ઓફલાઈન કરો છો તો તમને 50 રૂપિયા આપવાના રહેશે.'
પડે છે આવા પ્રૂફની જરૂર
'POI' અને 'POA'ને પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ પણ કહેવાય છે. આ અપડેટ કરવા માટે આવા ડોક્યુમેન્ટની જરૂર હોય છે જેમાં નામ અને ફોટો બન્ને હોય. પાન કાર્ડ, ઈ-PAN, રાશન કાર્ડ, વોટર આઈડી અને ડ્રાઈવિંગ લાઈસન્સ અને ડોક્યુમેન્ટ્સની મદદથી આ અપડેટ કરવામાં આવી શકે છે.
બાયોમેટ્રિક અપડેટ માટે ચાર્જ
આ ઉપરાંત તમે પોતાના આધારમાં સરળતાથી ડેમોગ્રાફિક વિવરણ 50 રૂપિયાની ફી આપીને અપડેટ કરાવી શકે છે. બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. તમે ઓનલાઈન પણ નામ અપડેટ કરાવી શકો છો. પરંતુ બાયોમેટ્રિક અપડેટ પાસના આધાર કેન્દ્રમાં જવાનું રહેશે. હાલમાં જ UIDAIએ આધારને દરેક 10 વર્ષ પર અપડેટ કરાવવા માટે કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.