જો તમે 31 માર્ચ 2022 સુધી આધાર-પાન કાર્ડ લિંક નહીં કરાવો તો તમને 10,000 રુપિયાનો દંડ થઈ શકે છે.
31 માર્ચ પહેલા આધાર-પાન લિંક કરાવી લેજો
ચૂક્યા તો લાગશે 10000નો દંડ
આધાર પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ 2022
જો તમે હજી સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું,તો ફટાફટ આ કામ કરાવી લેજો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના જણાવ્યા અનુસાર તમે 31 માર્ચ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. જે લોકો અજાણ છે તેમના માટે 2017માં સીબીડીટીએ જાહેરાત કરી હતી કે તમામ ભારતીય નાગરિકોએ પોતાના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. આ પગલાથી આવકવેરા વિભાગને કોઈપણ પ્રકારની કરચોરી શોધી શકાય છે અને તે બહુવિધ પાનકાર્ડ જારી કરવામાં પણ ઘટાડો કરવામાં મદદ કરે છે, કારણ કે ઘણા લોકો સરકારને છેતરવા માટે ઘણા પાનકાર્ડ બનાવે છે.
આધાર-પાન લિંકની છેલ્લી ડેડલાઈન 31 માર્ચ 2022 છે
સીબીડીટી દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રથમ ડેડલાઈન 5 ઓગસ્ટ 2017 હતી, જોકે, વિભાગ વિવિધ કારણોસર ડેડલાઈન વધારતું રહ્યું હતું. સીબીડીટી દ્વારા જારી કરવામાં આવેલી નવી ડેડલાઈન 31 માર્ચ 2022 છે.
નિયમ સમયમર્યાદામાં આધાર-પાન લિંક ન કર્યું તો લાગશે 10000નો દંડ
જો કે, તમે પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કર્યા વિના હજી પણ આવકવેરા રીટર્ન ફાઇલ કરી શકો છો, જ્યાં સુધી તમે લિંકિંગ પૂર્ણ નહીં કરો ત્યાં સુધી આવકવેરા વિભાગ તમારા રિટર્નની પ્રક્રિયા કરશે નહીં. આપેલ સમયમર્યાદા પહેલા પાન અને આધાર કાર્ડને લિંક કરવામાં નિષ્ફળતા પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગી શકે છે અને પાન કાર્ડને નિષ્ક્રિય પણ કરી શકાય છે.
SMS દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરો
સ્ટેપ 1: તમારા સ્માર્ટફોનમાં મેસેજ એપ્લિકેશન ખોલો
સ્ટેપ 2: એક નવો મેસેજ બનાવો
સ્ટેપ 3: ટેક્સ્ટ મેસેજ સેક્શનમાં યુઆઈડીપીએએન <12 અંકનો આધાર નંબર> <10 અંકનો પાન નંબર> ટાઇપ કરો અને 567678 અથવા 56161 પર SMS મોકલો.