બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / get benefits from Tuesday fasting do special worship with these 5 things get success in every work

ધર્મ / મંગળવારે વ્રત કરવાથી થશે ચમત્કારિક લાભ, ઘરમાં કરો આ 5 વસ્તુઓની વિશેષ પૂજા, મળશે દરેક કામમાં સફળતા

Arohi

Last Updated: 09:19 AM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવાર ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે જ કુંડળીમાં મંગળથી જોડાયેલા પણ દોષ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે.

  • મંગળવારના દિવસે કરો આ ઉપાય 
  • હનુમાનજીની મળશે ખાસ કૃપા 
  • મંગળથી જોડાયેલા દોષો થશે દૂર 

ભગવાન રામના ભક્ત હનુમાનજીને કળયુગના દેવતા માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર દરેક દિવસ ખાસ દેવી-દેવતાઓને સમર્પિત છે. તેવી જ રીતે મંગળવારના દિવસે ભગવાન બજરંગબલીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ છે. 

શાસ્ત્રો અનુસાર હનુમાનજીની સાચા મનથી સેવા કરવાથી તેમની કૃપા ભક્તો પર બની રહે છે. મંગળવારનું વ્રત કરવાથી ભગવાન હનુમાનજી ભક્તો પર ખૂબ જ ખુશ થાય છે. વિધિ-વિધાનથી મંગળવારનું વ્રત કરવાથી ભગવાન બજરંગ બલી પોતાના ભક્તોના સંકટને દૂર કરે છે.  

મંગળવાર વ્રતની પૂજા વિધિ 
મંગળવાર વ્રતને કરવા માટે દિવસે જલ્દી ઉઠીને સ્નાન કરીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાર બાદ ઘરના ઈશાન કોણમાં હનુમાનજીના આસન માટે ચૌકી મુકો અને તેમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટાને સ્થાપિત કરો. હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે માટે તેમની સાથે ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ અથવા ફોટો પણ જરૂર સ્થાપિત કરો. 

હવે તમારા હાથમાં જળ લઈને હનુમાનજીનું ધ્યાન કરતા વ્રતનું સંકલ્પ લો અને ધૂપ-દીપ કરી પ્રભુ રામ અને માતા સીતાની આરાધના કરો. મંગળવારે વ્રતની પૂજામાં હનુમાનજીના લાલ રંગના પુષ્પ, કંકુ, અને અક્ષતથી અભિષેક કરો. 

ત્યાર બાદ ચમેલીના તેલનો દીવો કરો અને વસ્ત્ર, સિંદૂર ચડાવો. ચાલીસા અથવા સુંદરકાન્ડનો પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ખાંડનો ભોગ લગાવો. આ વ્રત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પહેલા મંગળવારના દિવસે શરૂ કરી શકે છે. 

મંગળવાળનું વ્રત કરવાના લાભ 
મંગળવાર ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ વ્રતને કરવાથી હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ કુંડળીમાં મંગળ સાથે જોડાયેલા દોષ હોય છે તે બધા પણ સમાપ્ત થઈ જાય છે.

આ વ્રતને કરવાથી ભક્તના બધા સંકટોને ભગવાન બજરંગબલી દૂર કરી દે છે. મંગળવાર વ્રતના ઉપરાંત પણ દરરોજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Success Tuesday Fast Tuesday Remedies Worship Thursday remedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ