બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / gdp growth data omicron and inflation hit q4 gdp growth

BIG NEWS / અર્થવ્યવસ્થાની આટીઘૂંટી: ટાર્ગેટ કરતા ઓછો રહ્યો રાજકોષીય ખાધ લક્ષ્યાંક, ચોથા ક્વાર્ટરમાં 4.1 ટકા રહ્યો GDP ગ્રોથ

Pravin

Last Updated: 06:14 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2021-22ની ચોથી ત્રિમાસિકમાં સરકારે જીડીપીના મોર્ચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. ચોથી ત્રિમાસિક જાન્યુઆરીથી-માર્ચમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 4.1 ટકા રહ્યો છે.

  • સરકારે જાહેર કર્યા આંકડા
  • રાજકોષિય ખાધનો ટાર્ગેટ ઓછો રહ્યો
  • આવક કરતા ખર્ચ અનુમાન કરતો ઘણો ઓછો રહ્યો

 

નાણાકીય વર્ષ 2021-22ની ચોથી ત્રિમાસિકમાં સરકારે જીડીપીના મોર્ચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. ચોથી ત્રિમાસિક જાન્યુઆરીથી-માર્ચમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 4.1 ટકા રહ્યો છે. મંગળવારે ભારત સરકારના સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નબળા ઉત્પાદનને કારણે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર સુસ્ત રહ્યો હતો. જેના કારણે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી 4.1 ટકા નોંધાયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ 8.7 ટકા નોંધાયો હતો.

 

અગાઉ, ગત નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર) આર્થિક વૃદ્ધિ દર એટલે કે જીડીપી 5.4 ટકા હતો. તે જ સમયે, દેશનો જીડીપી વૃદ્ધિ દર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 20.1 ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકા હતો. આ રીતે, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, જીડીપી વૃદ્ધિ 8.7 ટકા નોંધવામાં આવ્યો છે.

સરકારે દેશના રાજકોષીય ખાધ લક્ષ્ય નાણાકીય વર્ષ 2021-22 માટે 6.7 ટકા રાખ્યો છે. આ સંશોધિત અનુમાન 99.7 ટકા અથવા 15.87 લાખ કરોડ રૂપિયા છે. મંગળવારે સરકારી આંકડાથી આ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ છે. સંશોધિત બજેટ અનુમાનમાં 6.9 ટકાની સરખામણીએ રાજકોષીય ખાધ લક્ષ્ય 6.7 ટકા રહી ગયો છે. ગત વર્ષે બજેટમાં સરકારે શરૂઆતમાં રાજકોષીય ખાધ લક્ષ્યને જીડીપી 6.8 ટકા આંક પર હતો.

રાજકોષીય ખાધ અનુમાન કરતા ઓછુ રહ્યું

દેશની રાજકોષીય ખાધ અંદાજ કરતા સારી રહી છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજકોષીય ખાધ જીડીપીના 6.71 ટકા હતી, જ્યારે સંશોધિત અંદાજ 6.9 ટકા હતો. 15.91 લાખ કરોડના અંદાજની સામે રકમમાં ખાધ રૂ. 15.87 લાખ કરોડ રહી છે. તે જ સમયે, CAG દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, મહેસૂલી ખાધ 4.37 ટકા રહી છે. આવકમાં તફાવત 10.33 લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે અંદાજ 10.89 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષ માટે, સરકારે અગાઉ 6.8 ટકાની રાજકોષીય ખાધનો અંદાજ મૂક્યો હતો, જે બાદમાં સુધારીને 6.9 ટકા કરવામાં આવ્યો હતો.

જો કે, વાસ્તવિક આંકડો આના કરતા ઓછો છે. 'રાજકોષીય ખાધનો મતલબ સરકારની આવક કરતાં વધુ ખર્ચ કરવો', કોવિડને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો હતો, જ્યારે સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ખર્ચ વધારવાનો આગ્રહ રાખ્યો હતો, જેના કારણે ખાધ 7 ટકાની નજીક પહોંચી ગઈ હતી. આ સાથે એપ્રિલ મહિનામાં રાજકોષીય ખાધ 4.5 ટકા અથવા 16.61 લાખ કરોડ રૂપિયા રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ