ગણેશજીને અતિપ્રિય છે આ 5 વસ્તુઓ, પૂજામાં દરરોજ કરો ઉપયોગ

By : juhiparikh 12:15 PM, 12 September 2018 | Updated : 12:15 PM, 12 September 2018
કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા ગણપતિજીની સ્તૃતિ સાથે કરવામાં આવે છે. ગણપતિની પૂજામાં કેટલીક વસ્તુઓની ખાસ મહત્વ હોય છે, જેના વિના ગણેશ પૂજન અધૂરું માનવામાં આવે છે. 13 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઇ રહ્યો છે, એવામાં અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને પૂજામાં રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે...

મોદક:
ભગવાન ગણેશને લંબોદર પણ કહેવામાં આવે છે અને તેમને ભોગમાં મિષ્ઠાન શામેલ કરવું ખૂબ જ જરૂરી છે. મિષ્ઠાનમાં પણ ભગવાનને મોદક અતિ પ્રિય છે. રોજ મોદકનો ભોગ ગણપતિને જરૂર ધરાવો.

ધરો ઘાસ:
ગણેશજીને ધરો ઘાસ પુષ્પોથી પણ ઘણા પ્રિય છે. પૂજાના સમયે જ તાજો ધરો તોડીને ભગવાનને અર્પિત કરો. 3 અથવા 5 ફણગાવાળો ધરો ચઢાવવો જોઇએ.

ગણગોટાના ફૂલ:
ફૂલોમાં ભગવાનને ગલગોટાના ફૂલૌ સૌથી વધારે પસંદ છે. જો તમે ગણેશ ચતુર્થી પર મૂર્તિ સ્થાપિત કરવા જઇ રહ્યા છો તો દરરોજ ભગવાનને ગલગોટાના ફૂલથી બનાવેલી માળા ચઢાવો.

કેળા:
ભગવાનને ફળોમાં સૌથી વધારે પ્રિય કેળા છે. ધ્યાન રહે કે કેળા હંમેશા જોડીમાં જ ચઢાવવા જોઇએ. કેળાનું એક ફળ પૂર્ણ માનવામાં નથી આવતું. 

શંખ:
ગણેશજીના ચાર હાથોમાંથી એક હાથમાં ચોક્કસ પણ શંખ ધારણ કરેલો હોય છે. ગણેશજીની પૂજામાં શંખ વગાડવો ખૂબ જ જરૂરી છે. આથી તેમને આરતી સમયે શંખની ધ્વનિનો પ્રયોગ કરવામાં આવે છે.Recent Story

Popular Story