બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar child found harsh Sanghvi big action

એક્શન / તરછોડાયેલા બાળક મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન : દિપ્તીબેન સંભાળ રાખી રહ્યાં છે, નાગરિકોને મારી અપીલ કે આટલું કામ કરે

Kavan

Last Updated: 01:22 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી બાળક મળવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે.

  • બાળક મળી આવવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • કાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યું
  • બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવા નાગરિકોને અપીલ

પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી બાળક મળવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે. તેઓ આજના તમામ કાર્યક્રમો સ્થિગિત કરી દીધા છે અને આજે તેઓ સિવિલની મુલાકાત લીધી છે જ્યાં બાળકને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે. 

ગૃહરાજ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન 

ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યો છે જેના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરવામાં આવી છે, સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસમાં જોડાવવા સૂચના આપી છે. 

બાળકની તસવીરને શેર કરવાની કરી અપીલ 

નાગરિકોને અપીલ કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો સારા હેતુ માટે ઉપયોગ થાય અને બાળકની તસવીરને મેક્સિમમ શેર કરવામાં આવે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે,હાલ દિપ્તી બહેન બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ તાબડતોબ આપ્યા મોટા આદેશ 

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે બાળકને તરછોડનારને શોધવા તે પ્રાથમિકતા છે, અને તેઓ પોતે જ હર્ષ સંઘવી પોતે જ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે અને પોલીસ પણ બાળકોના પરિવારજનોની તપાસ કરી રહી છે જો કે હજુ સુધી બાળકની પરિવારજનોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આજે વહેલી સવારથી જ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે. મંદિરમાં બાળકને તરછોડી જનારના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ફુટેજના આધારે પણ તપાસ કરી રહ્યા છે. 

બાળકના માતા-પિતાને શોધવા 7 ટીમો તૈયાર

મહત્વનું છે કે પેથાપુરાના સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં બાળકના માતા-પિતાને શોધવા માટે પોલીસની 7 ટીમો તૈયાર કરાઈ છે, સાથે જ LCB અને SOGની 4 ટીમો તપાસમાં સામેલ છે અને મહિલા પોલીસની 2 ટીમો, સ્થાનિક પોલીસની 2 ટીમો પણ તપાસ હાથ ધરી રહી છે. બાળકના પરિવારને શોધવા માટે સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાઓમાં મોકલાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવામાં પણ 2 ટીમો કામે લગાડાઈ છે. પોલીસની 1 ટીમ દ્વારા તમામ રાજ્યોના પોલીસ કંટ્રોલ રૂમમાં બાળકની માહિતી પહોંચાડાઈ જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલા બાળકોની મિસિંગ કમ્પ્લેઈન નોંધાઇ કે કેમ તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ બાળકના માતા પિતા અને પરિવારજનોને શોધવા માટે ગાંધીનગર પોલીસે અલગ અલગ 40 CCTV ફૂટેજની તપાસ કરી છે. 

તરછોડાયેલા બાળકની સાર-સંભાળ રાખતા દિપ્તી બહેન સાથે ખાસ વાતચીત, જુઓ VIDEO

મંદિરમાં બાળકને મૂકી જનાર કોણ?

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક મળી આવ્યું છે, મોડી રાત્રે બાળકને કોઈ અજાણી વ્યક્તિ મંદિરમાં મૂકી જતા અનેક તર્ક વિર્કતો થઈ રહ્યા છે. કોણ કુમળી વયના બાળકે આમ રસ્તે રઝળતા છોડીને ચાલ્યું ગયું, બાળકને મંદિરમાં ત્યજી દેવાનું આખરે કારણ શું એટલે લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

પેથાપુરના સ્વામિનારાયણ મંદિરમાંથી મળી આવ્યું બાળક

સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી અને બાળકને મુકી જનારની શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે બાળકને મંદિરમાં મૂકી જનાર વ્યક્તિના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળક મળી આવતા બાળકની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી જો કે બાળક સંપૂર્ણ પણે સ્વાસ્થ્ય જણાઈ રહ્યું છે. હાલ તો પેથાપરવાસીઓ અને પોલીસકર્મીઓ બાળકીન સાર સંભાળ લઈ રહ્યા છે. 

પેથાપુર મંદિરમાં બાળકને કોણ મૂકી ગયુ?

ઉલ્લેખનિય છે કે રાત્રે મંદિરમાં ચોકમાં દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થઈ જનાર શખ્સની પોલીસ શોધખોળ હાથ ધરી છે, પરતું હજુ સુધી બાળકના માતા પિતા કે તેના સગાસંબધિની કોઈ સામે આવ્યું નથી. આ બાળકને આમ સસ્તે રઝળતા મૂકી જનાર શખ્સ કોણ છે ? શું ઘરકંકાસમાં બાળકને ત્યજી દેવામાં આવ્યું છે કે પછી બાળકના અપહરણ બાદ આ બાળકને ડરના કારણે મંદિરમાં ત્યજી દેવામાં આવ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે દિશામાં પણ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ બાળકને તેના માતા પિતા સુધી પહોંચાડવા માટે VTV ન્યૂઝ દ્વારા એક મૂહિમ ચલાવવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ