બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar big announcement for gujarats farmers

ભેટ / BIG NEWS: ખેડૂતો માટે ગુજરાત સરકારનું મોટું એલાન! વીજ લાઇન મુદ્દે નવી નીતિ થઈ જાહેર, જાણો શું થશે ફાયદો

Kavan

Last Updated: 02:07 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ સતત કાર્યરત અને પ્રજાલક્ષી નિર્ણયો કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

  • ભૂપેન્દ્ર પટેલની સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય
  • વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર
  • જમીનના મૂલ્યના 7.5 ટકાના બદલે બમણુ 15 ટકા વળતરનું એલાન

નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ રાજ્ય સરકારના ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવી છે.

વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર ઉભા કરવાની નવી નીતિ જાહેર

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે. 

જમીનના મૂલ્યના 7.5 ટકાના બદલે બમણુ 15 ટકા વળતર

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના ૭.૫% બદલે બમણુ એટલે કે,૧૫% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે. 

Gir somnath Farmers gir mango flowering process

જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10 ટકા વધારો ગણીને ચૂકવાશે

ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ ૧૦% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. 

આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ