ક્રાઈમ /
પાટણ: હોટલમાં ધમધમતા જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશ, 11 લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા
Team VTV03:08 PM, 22 Aug 21
| Updated: 03:11 PM, 22 Aug 21
પાટણમાં ચાણસ્મા હારીજ ત્રણ રસ્તા પાસે આવેલી હોટલમાંથી એક જુગારધામ ઝડપાયું છે. જેમા પોલીસે રેડ કરીને 11 લોકોને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
પાટણની હોટલમાં ઝડપાયું જુગારધામ
11 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા
લાખોનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે
પાટણમાં ચાણસ્મા-હારીજ ત્રણ રસ્તા પાસે આવેલ હોટલમાં પોલીસે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ હોટલમાં જુગારધામ ધમધમી રહ્યું છે. જેથી તે બાતમીને આધારે પોલીસે હોટલ હેરિટેજ ઈનમાં રેડ કરી હતી. જે રેડ સમયે પોલીસે કુલ 11 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે.
11 લોકો રંગેહાથ ઝડપાયા
પોલીસે 11 લોકોને ઝડપી પાડીને સ્થળ પર લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ સમગ્ર મામલે કેટલાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો તે માહિતી હજુ સામે નથી આવી. કારણકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે.
પોલીસે મીડિયાને દૂર રાખી
VIP જુગારધામને લઈને પોલીસે મીડિયાને દૂર રાખી છે. સાથે પોલીસ દ્વારા જુગારાધામની ખબર દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે તેવી માહિતી સામે આવી છે પરંતું કેટલો મુદ્દામાલ ઝડપાયો છે તે મામલે હજુ પોલીસ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી.
વધતી ગુનાખોરી સામે પોલીસ એકશન મોડમાં
ઉલ્લેખનીય છે અગાઉ પણ પાટણમાં જુગારધામ ઝડપાયા છે. જોકે વધતી જતી ગુનાખોરીને કારણે પોલીસ પણ હવે અહીયા એકશન મોડમાં આવી ગઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મુદ્દામાલ કેટલો ઝડપી પાડવામાં આવ્યો તે માહિતી હજું સામે નથી આવી . જોકે પોલીસ દ્વારા કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.