Gadar 2 Teaser: ફિલ્મ 'ગદર 2'નું ટિઝર રિલીઝ થઈ ચુક્યું છે. આ વખતે તારા સિંહ પોતાની પત્નીને નહીં પરંતુ દિકરાને બચાવવા માટે પાકિસ્તાન જશે.
રિલીઝ થયું 'ગદર 2'નું ટિઝર
દિકરાને બચાવવા પાકિસ્તાન જશે તારા સિહં
ટિઝર જોઈ લોકોએ કહ્યું સની દહેજમાં લાહોર લઈ આવશે
સની દેઓલની ફિલ્મ 'ગદર' એક વખત ફરી થિએટરમાં રિલીઝ થઈ છે. વચ્ચે ખબર આવી હતી કે તેમાં અમુક નવા સીન પણ જોડવામાં આવશે. પરંતુ ફિલ્મમાં એવું કંઈ ન જોવા મળ્યું. અમુક સાઉન્ડ ઈફેક્ટ્સ જોડવામાં આવ્યા છે.
'ગદર'ની સાથે 'ગદર 2'નું ટિઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જે લોકોએ 'ગદર' થીએટરમાં જઈને જોઈ તેમને તેનું ટિઝર પણ જોવા મળ્યું. પહેલા આ ટીઝર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સાથે અટેચ કરવામાં આવવાનું હતું.
ફિલ્મમાં હશે 23 વર્ષનો લીપ
'ગદર 2'ની સ્ટોરીમાં 23 વર્ષનો લીપ છે. આ 1971માં સેટ છે. ટીઝરમાં સની દેઓલ માટે કહેવામાં આવી રહ્યું છે કે, "આ વખતે તે દહેજમાં લાહોર લઈને જશે." એટલે કે આ વખતે પણ સની દેઓલ લાહોર જશે. પહેલી ફિલ્મમાં તારા સિંહનું પાત્ર પોતાની પત્નિ માટે પાકિસ્તાન જાય છે. કહેવામાં આવે છે કે આ વખતે તે પોતાના દિકરા જીતેને બચાવવા માટે પાકિસ્તાન જશે.
'ગદર 2'ને 'ગદર- ધ કથા કંટિન્યૂઝ'નામ આપવામાં આવ્યું છે. ટીઝરમાં સની દેઓલ એક કબ્ર પર બેસીને રડી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ અશરફ અલીની કબ્ર હોઈ શકે છે. અથવા તો તેના મિત્ર ગુલ્લૂની. ઘણા લોકો દરમિયાન સિંહની પણ કહી રહ્યા છે. પરંતુ તેની સંભાવના ઓછી લાગી રહી છે.
દિકરાને બચાવવા પાકિસ્તાન જશે તારા સિંહ
ટીઝરમાં 'ક્રશ ઈન્ડિયા'ના પોસ્ટ પણ જોવા મળે છે અને સાથે સની દેઓલ બગ્ધીના ચક્કર લગાવતા પણ જોવા મળે છે. 'ગદર 2'ના ફર્સ્ટ લુકમાં પણ સની આવા જ જોવા મળ્યા હતા. તેની સ્ટોરી 1971ની વોરની જણાવવામાં આવી રહી છે. અનુમાન એ છે કે તારા સિંહનો દિકરો જીતે પાઈલેટ બની ગયો છે. વોરના વખતે તે પાકિસ્તાનમાં ફસાઈ જાય છે. તેને છોડાવવા માટે તારા સિંહ પોતે લાહોર જાય છે.